<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

વાંકાનેરમાં પરશુરામ ભગવાનનો જન્‍મોત્‍સવ ધામધુમથી ઉજવાશેઃ તડામાર તૈયારી

હવન, દાંડીયા રાસ સહિતના કાર્યક્રમોઃ સમસ્‍ત બ્રહ્મસમાજની મિટીંગ યોજાઇ

 (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૧૬: શ્રી પરશુરામ દાદાના આવનાર જન્‍મોત્‍સવને  કેવી રીતે ધામધુમથી ઉજવવી તે માટેની એક મીટીંગ આજરોજ વાંકાનેર શહેરમાં આવેલ શ્રી મહાકાળી માતાજીની તળેટીમાં આવેલ ગાયત્રી શક્‍તિપીઠમાં સાંજે ૬-૦૦ કલાકે મીટીંગ મળી ગયેલ તેમાં બ્રહ્મ બંધુઓ અને બ્રહ્મ ભગીનીઓ નાના-નાના બાળકો પણ ઉપરથીત રહેલ સર્વે મહેમાનો તથા સમસ્‍ત બ્રહ્મ સમાજનું શાબ્‍દિક સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. આ સ્‍વાગત શ્રી જગદીશભાઈ પંડ્‍યા દ્વારા કરવામાં આવ્‍યુ હતું. ત્‍યાર બાદ ભગવાન શ્રી પરશુરામ દાદા ને ફુલહાર કરી દાદાનો દિપ પ્રાગટય કરી કાર્યક્રમને શરૂ કરવામાં આવેલ.

 કાર્યક્રમમાં  એવા શ્રી ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિન બાપુ, મોરબી સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ ભરતભાઈ ઓઝા ઉપ પ્રમુખ રાજુભાઈ રાવલ ઔદિચ્‍ય બ્રહા સમાજના પ્રમુખ રજનીભાઈ રાવલ,સુરેશભાઈ ભટ્ટ,દિપકભાઈ ઠાકર,મુકેશભાઈ પંડયા,  યોગેશભાઈ પંડયા, સાસ્‍વત બ્રહ્મ સમાજના પ્રમુખ  રિધીશભાઈ, નો મેહુલ મહારાજ, તથા  શશીભાઈ પંડયા ઉપરસ્‍થીત રહ્યા હતા મીટીંગ નો ઉત્‍સાહ એટલો બધો હતો કે હર હર મહાદેવ જય જય પરશુરામના નાદ સાથે શ્રી ગાયત્રી શક્‍તિ પીઠ ગુંજી ઉઠ્‍યું હતુ.

આ મીટીંગમાં નક્કી થયા મુજબ તા. ૨૮-૪-૨૦૨૫ ને સોમવારના રોજ રાત્રે ભગવાન શ્રી પરશુરામ દાદાનું આહવાન, દાંડીયા રાસ તથા બીજા દિવસે તા. ૨૯-૪-૨૦૨૫ ને મંગળવારના રોજ ભગવાન શ્રી પરશુરામ દાદા નો હવન કરવાનું નક્કી કરેલ આ વખતે ભગવાન શ્રી પરશુરામ દાદાના હવનમાં પાંચ જેટલાં કપલ બિરાજમાન થશે. ત્‍યારબાદ સાંજે ૫-૦૦ કલાકે જીનપરા જકાતનાકાથી ભગવાન શ્રી પરશુરામ દાદાની શોભા યાત્રાનું પ્રસ્‍થાન કરાવવામાં આવશે. આ શોભા યાત્રામાં બ્રહ્મ સમાજના નાના-નાના ભુલકાઓ શિવ-પાર્વતી, શ્રી હનુમાનજી, શ્રી ગણપતિ મહારાજ, ભગવાન શ્રી પરશુરામ એવા અલગ - અલગ વેષભૂષા ધારણ કરશે તેમજ બ્રહ્મ ભગીની અને દુર્ગા વાહીની ની બહેનો તલવારબાજી, લાઠી બાજી જેવા અવનવા કાર્યક્રમો આ શોભા યાત્રામાં રજુ કરશે. આવી અનેકવીધ ચર્ચા વિચારણા બાદ દરેક બ્રહ્મ પરિવારો એ હર હર મહાદેવ જય શ્રી પરશુરામ ના નારા ના જયઘોષ સાથે બધા લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો સફળ બનાવવા માટે શ્રી મોહનભાઇ રાજગોર,  દુષ્‍યંતભાઇ ઠાકર,  અમિતભાઇ ઠાકર,  પ્રશાંતભાઈ ઉપાઘ્‍યાય, કો ભરતભાઈ ઠાકર, પ્રવિણભાઈ રાજગોર અને હવનમાં સાતક બેસનાર ભુદેવો  ગોપાલભાઈ પંડયા,  પુનિત મહારાજ, ધર્મેશભાઇ ત્રિવેદી ઉપસ્‍થિત રહ્યા હતા. (૩.૫)

(11:33 AM IST)