<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ગુજરાત માટે ગુરૂવાર સુધી ‘યલો એલર્ટ'

શુક્રવારથી તાપમાન ઘટશે તેવું આઇએમડી જાહેર કરે છે.

(મહમદ રાઠોડ દ્વારા) તા.૧૬:  ભારતીય હવામાન વિભાગ અર્થાત આઇએમડી દ્વારા ગઇકાલ થી ગુરૂવાર સુધી હિટવેવના વર્તારા સાથે ગુજરાતને યલો એલર્ટ જાહેર કર્યુ છે. આજ અને આવતીકાલ ઉષ્‍ણ લહેર (હીટવેવ) બાદ શુક્રવારથી ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ માટે તાપમાનમાં ઘટાડો થવાની આગાહી દર્શાવાઇ છે. જો કે હવામાન વિભાગની શુક્રવારથી તાપમાન થોડું ઘટવાની આગાહી પરિવર્તન આવી શકે છે. અને સંભવ રહે છે કે કદાચ હાલની હિટવેવની ગરમી સિવિયર હિટવેવ અર્થાત ગુજરાતમાં ગરમી હજુ વધુ રોદ્ર પણ બને. હાલની ગરમીના મૂળ સ્‍ત્રોતો તરફ દ્રષ્‍ટિપાત કરીએ તો...

ખાનગી હવામાન સંસ્‍થા સ્‍કાયમેટના વીપી મહેશ પલાવત ગુજરાતમાં હજુ વધુ ગરમી પડે તેમ જણાવતા કહે છે કે, આજે જમ્‍મુ કાશ્‍મિમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન થવાનું છે. અને તેની પાછળ બીજુ અર્થાત ૧૬ થી ૨૦ તારીખ સુધી આ ડબલ્‍યુ ડી નો સિલસીલો ચાલશે. ત્‍યાં સુધી ગુજરાત પરથી ઉતર પヘમિના શુષ્‍ક ગરમ પવનો સિંધ-બલુચીસ્‍તાન અને થાર ના રણના ચાલીસ ડીગ્રી ઉપરાંતના ઉષ્‍ણ પવનો વહેતા રહેશે. રાજસ્‍થાનમાં તો ધૂળની આંધી પણ આ પવનોથી શકય બનવાની સંભાવના રહે છે. જેથી ગુજરાત રાજસ્‍થાન ઉપરાંત મહારાષ્‍ટ્રનો અમુક વિસ્‍તાર પણ ગરમીની ચપેટમાં આવી જશે. મહેશ પલાવત ૨૦ તારીખ સુધી ગુજરાતમાં ગરમી ઘટવા બાબતે સહમત નથી.(૩.૬)

(11:35 AM IST)