<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

વિસાવદરને જોડતી અમરેલી મીટરગેજ લાઈન ૧લી મેથી ૬ મહિના સદંતર બંધ: માત્ર જૂનાગઢ-વેરાવળ-દેલવાડા મીટરગેજ લાઈન જ ચાલુ રહેશે

મીટરગેજ બંધ થવાના કારણે અમરેલી, અમરેલી પરા, ધારી અને ચલાલા રેલવે સ્ટેશનોને અસર થશે અને અમરેલીથી જૂનાગઢ તથા વેરાવળ જવા માટે જે ટ્રેનો ચાલે છે તે ૬ માસ બંધ રહેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૬  : વિસાવદરને જોડતી અમરેલી મીટરગેજ લાઈન ૧લીથી ૬ મહિના સદંતર બંધ થઈ રહ્યાનુ અને વિસાવદરથી માત્ર જૂનાગઢ-વેરાવળ-દેલવાડા મીટરગેજ લાઈન જ ચાલુ રહેશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

સંભવત: નીચે મુજબનુ સમયપત્રક અમલમા આવી રહ્યાનુ સુત્રો ઉમેરી રહ્યા છે.

1.  જૂનાગઢ - વેરાવળ 

જૂનાગઢ થી 6:30 વાગે નીકળશે અને વિસાવદર 7:40 /7:41 એ આવશે 

2.વેરાવળ- જૂનાગઢ 

વેરાવળ થી 6:15 વાગે નીકળશે અને વિસાવદર 9:00/9:10 વાગે આવશે 

3. જૂનાગઢ - દેલવાડા 

જૂનાગઢ થી 8:15 વાગે નીકળશે અને વિસાવદર 9:25/9:27 વાગે આવસે 

4. વેરાવળ - જૂનાગઢ 

વેરાવળ થી 9:15 વાગે નીકળશે અને વિસાવદર 11:40/11:50 વાગે આવસે 

5. જૂનાગઢ - વેરાવળ 

જૂનાગઢ થી 10:40 વાગે નીકળશે અને વિસાવદર 11:45/11:46 વાગે આવશે 

6.જૂનાગઢ -વેરાવળ 

જૂનાગઢ થી 13:25 વાગે નીકળશે અને વિસાવદર 14:30/14:31 વાગે આવશે 

7. વેરાવળ - જૂનાગઢ 

વેરાવળ થી 13:00 વાગે નીકળશે અને વિસાવદર 15:45/15:46 વાગે આવશે 

8. દેલવાડા - જૂનાગઢ 

દેલવાડા થી 11:30 વાગે નીકળશે અને વિસાવદર 16:52/16:53 વાગે આવસે

અમરેલીમાં ચાલી રહેલી બ્રોડગેજની કામગીરીમાં મીટરગેજ માટે અલગથી પ્લેટફોર્મ બનવાનું છે અને લાઈન બદલવાની હોવાથી ૬ મહીના માટે મીટર ગેજ બંધ રાખીને કામગીરી કરવામાં આવનાર છે. આથી ચોક્કસ મુદ્દત પૂરતી મીટરગેજ લાઈન બંધ રાખવા માટે એપ્રિલ મહિનામાં જ રેલવે દ્વારા વિધિવત રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

અમરેલીમાં ૩૦ વર્ષની લડતના અંતે બ્રોડગેજ મંજૂર કરવામાં આવી છે અને હાલમાં તેની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પણ સ્થાનિક નેતાઓ દ્વારા અગાઉ વીરોધ કરવાના કારણે મીટર ગેજ હંગામી સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો ન હોવાના કારણે કામગીરી આગળ વધી શકતી નથી. અગાઉ અમરેલીના પરા સ્ટેશનેથી ચાલુ રાખવા, ધારી કે ચલાલાથી ચાલુ રાખવા સહિતની તમામ સંભાવનાઓ અંગે રજૂઆતો

કરવામાં આવી હતી પણ ટેકનિકલ કારણોના લીધે તે શક્ય ન હોવાથી અંતે અમરેલીથી વિસાવદર સુધી મીટરગેજ ૬ મહિના માટે બંધ રાખવામાં આવનાર છે અને ચાલુ મહિનાના અંત સુધીમાં આ માટે સત્તાવાર રીતે રેલવે દ્વારા નોટિફીકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. મીટરગેજ બંધ થવાના કારણે મહિનાના અંત સુધીમાં આ માટે સત્તાવાર રીતે રેલવે દ્વારા નોટિફીકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

મીટરગેજ બંધ થવાના કારણે અમરેલી, અમરેલી પરા, ધારી અને ચલાલા રેલવે સ્ટેશનોને અસર થશે ને અમરેલીથી જૂનાગઢ તથા વેરાવળ જવા માટે જે ટ્રેનો ચાલે છે તે ૬ માસ બંધ રહેશે. આ પછી ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

અમરેલીથી ધારી સુધી મીટરગેજની નવી લાઈન નખાશે: સાંસદ સુતરીયા

આ અંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યું કે, અમરેલીથી ધારી સુધી મીટરગેજની નવી લાઈન નાખવાની છે અને આ કામગીરી અમરેલીમાં મીટરગેજનું પ્લેટફોર્મ બદલાવાનું હોવાથી જરુરી છે. તેથી ત્યાં સુધી ચાલુ રાખી શકાય તેમ નથી. ચલાલાથી ચાલુ રાખવાની માગી કરી હતી પણ ચલાલામાં એન્જિન પાછુ વાળવા માટેની સુવિધા નથી. આ સુવિધા માત્ર અમરેલીમાં જ છે. શક્ય હોય તો પરા સ્ટેશનથી, ધારીથી કે ચલાલાથી પણ ચાલુ રાખવા માટેની માગણી કરી હતી ને અત્યાર સુધી બંધ રાખવાનો નિર્ણય અટકાવી રાખ્યો હતો પણ ટેકનિકલ કારણોના લીધે બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી.

આ અંગે મિશન બ્રોડગેજ સમિતિ અમરેલીના પ્રમુખે જણાવ્યું કે, મીટરગેજ ચાલુ રહે તેવી માગણી તેમના દ્વારા લાંબા સમયથી કરવામાં આવી હતી. પણ ટેકનિકલ કારણોસર તે શક્ય નથી તેવા સંજોગોમાં મીટર ગેજ પણ ચાલુ જ રહે તેવી લાગણી તો છે જ પણ તે બ્રોડગેજના ભોગે નહીં. બ્રોડગેજ આટલા વર્ષોની લડત પછી મળી રહી છે અને કોઈપણ ભોગે તેની કામગીરી અટકવી ન જોઈએ કે તેને અસર થવી ન જોઈએ.


 

(12:00 PM IST)