News of Wednesday, 16th April 2025
પોરબંદરમાં વિવિધ ક્ષેત્રોના રર મહાનુભાવોને શ્રેષ્ઠ સેવા કામગીરી માટે ગૌરવ એવોર્ડ એનાયત
બેસ્ટ હેલ્થ પર્સન માટે સરકારી મેડિકલ કોલેજના ડીન ડો. સુનીલકુમારઃ જીવદયા માટે ડો. નેહલબેન કારાવદરાઃ ચક્ષુદાન પ્રવૃતિ માટે ડો. જતિન પોપટઃ ધાર્મિક પ્રવૃતિ માટે રામજીભાઇ- ભદ્રકાલી ગરબીઃ બેસ્ટ ડાન્સર તરીકે હર્ષા માંડલિયાઃ એન્જીનીયરીંગ ટેકનોલોજી માટે ધવલભાઇ ભરાડને ગૌરવ એવોર્ડ એનાયત આપણું પોરબંદર-મેગેઝીન અને સિધ્ધી વિનાયક ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ૧૮મો ગૌરવ એવોર્ડ-ર૦રપ સમારંભ યોજાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૬: ‘આપણું પોરબંદર' -મેગેઝીન અને સિદ્ધિ વિનાયક ટ્રષ્ટ ના સંયુક્ત ઉપક્રમે અઢારમાં વર્ષે આપણું ગૌરવ એવોર્ડ -૨૦૨૫ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પોરબંદર જિલ્લાની સંસ્થાઓ, વ્યક્તિઓ કે જેઓએ પોરબંદર જિલ્લા માં અને જિલ્લા બહાર નોંધણીય અને શ્રેષ્ઠ કામગીરી કરી હોય તેવી સંસ્થાઓ અને વ્યક્તિઓને જાહેરમાં બિરદાવી એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.
આપણું પોરબંદર ગૌરવ અવોર્ડ કાર્યકરમાં પ્રારંભે પોરબંદર સિદ્ધિ વિનાયક ટ્રષ્ટનાના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલે છેલ્લા અઢાર વર્ષથી શિક્ષણ, પર્યાવરણ, ઉદ્યોગ, વાણિજ્ય વ્યવસ્થા, સંગીત, સાહિત્ય, કલાઓ આધાત્મિક, સમાજ સુધારણા, સાંસ્કળતિક, સહિતના વિવિધ ક્ષેત્રો માં કાર્ય કરતા વ્યક્તિ ને સમિતિ સમાજ શ્રેષ્ઠિ ઓ ના અભિપ્રાય સાથે શોધીને તેમનું આપણું ગૌરવ એવાર્ડ થી વિભૂષિત કરવામાં છે અત્યાર સુધીમાં અંદાજે અઢાર વર્ષમો એક હજારજેટલાં સેવા કર્મીઓને આ અવોર્ડ એનાયત કરમાં આવેલ છે તેમ જણાવી સૌ મહાનુભાવો ને શબ્દ કંકુ દ્વારા આવકાર્યા હતાં.
સિદ્ધિ વિનાયકના ટ્રષ્ટિ અને આપણું પોરબંદર મેગેઝીન ના તંત્રી શ્રી મનીષભાઈ ઉપાધ્યાયએ આપણુંપોરબંદર મેગેઝીન તથા સિદ્ધિવિનાયક ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, સમાજ આધ્યાત્મિક ક્ષેત્રની પ્રવળર્તિની વિગતો પ્રસ્તુત કરી જુદા જુદા ક્ષેત્રના ૨૨ સેવાકાર્મીઓ વગતે પરિચય આપ્યો હતો તેમજ પોરબંદરની જનતાના સહયોગ બદલ ખુશી વ્યક્ત કરી હતી. ગૌરવ એવોર્ડ કાર્યક્રમનું મંગલ દીપ પ્રગટાવી પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડો. સુશીલ કુમાર એ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ અને આરોગ્ય બને ક્ષેત્રમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી ગણાવી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સેવાભાવી સંસ્થાઓ. પોરબંદર માં છે તેના પાયા આપણું પોરબંદર ગૌરવ એવોર્ડ જેવી અનેક સંસ્થાઓનું પ્રેરણા પ્રોત્સાહન રહ્યું છે પોતાને મળેલો આપણું પોરબંદર ગૌરવ અવોર્ડ ને ધન્યતા ની લાગણી અનુભવી ઋણ સ્વીકાર કર્યો હતો.
અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા પોરબંદર ની ડો. વી આર ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ જણાવ્યું હતું કે. ભારતીય સંસ્કળતિ ત્યાગ, સમર્પણ, અને સેવા ને વરેલી છે આથી વિવિધ ક્ષેત્રે વ્યક્તિઓ સેવા કર્મમાં કાર્યરત રહે તેને શોધીને કદર કરવી એ ઈશ્વરીય કાર્ય ગણાવી વ્યક્તિ ના જીવન કાળ માં મળેલ એકાદ પારિતોષિક, એવોર્ડ પણ ભવિષ્ય નો રાજમાર્ગ બની શકે છે તેમણે સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ની આ સેવા ને પોખવાની પ્રણાલિકા ને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
આ સન્માન સમારંભામાં ૨૨ જેટલાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને મોમેટો આપી સન્માનિત કરવા આવેલ હતા જેમાં ડો. સુશીલ કુમાર ડીન શ્રી સરકારી મેડિકલ કોલેજ પોરબંદર (બેસ્ટ હેલ્થ પર્શન), ડો. રમેશભાઈ ભટ્ટ, ભાણવડ (બેસ્ટ એનિમલ કેર પર્શન ), ડો નેહલબેન કારા વદરા (ઉદયકા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રષ્ટ રાવદારા ), ડો. નીતિન પોપટ (અક્ષલેન્સ ઈન આઈ ડોનેશન સર્વિસ) શ્રી રાજદીપ સિંહ જેઠવા (ધ વેરિયર ઓફ સ્ટગલ) રામજીભાઈ બામણીયા ભદ્ર કાળી ગરબી (ધ ગોલ્ડન પ્રાઈડ ઓફ પોરબંદર), વિજયભાઈ ઉનડકટ (સોશિયલ વર્કર) લતાબેન રામજીભાઈ પાડલીયા (મેમોરિયલ સોશિયલ કોટ્રીબ્યુશન), કેતનભાઈ પારેખ (બેસ્ટ ફાયર સેફટી વર્ધમાન એજન્સી) ડો. ભીમભાઇ ખૂંટી, રામભાઈ ખૂંટી (ધ બિગેસ્ટ ફર્નિચર), જીગર ગોકાણી, ઓમ ગોકાણી (ધ પોપ્યુલર નમકીન બ્રાન્ડ રાજા નમકીન), સીઈઓ ભાવિક દેવાણી ( બેસ્ટ કોઓપરેટીવ બેંક નાગરિક સહકારી બેંક લિ.), માધુરીકા રિયા (વુમન એન્ટરપ્રીનીયર એક્સલેન્ટ ) ચીમનભાઈ મારુ, ગિરીશભાઈ મારુ (બેસ્ટ સ્વીટ માર્ટ સોપ કૈલાસ સ્વીટ માર્ટ) રાજવીજી ઓડેદરા, વિજયભાઈ ઓડેદરા (બેસ્ટ ન્યૂ રેસ્ટોરન્ટ ધ ભારતગાર્ડન રેસ્ટોરન્ટ પોરબંદર), હિરલ રાહુલ લાખણી (ડ્રિમ વર્ડ પ્રિસ્કુલ ધ બેસ્ટ પ્રિ. સ્કૂલ) હર્ષા માંડલિયા (બેસ્ટ ડાન્સર), મેહુલ સાકરીયા (ધ બેસ્ટ ઈન્ફિલેનકાર) પ્રિશા ગોકાણી (બેસ્ટ સ્પોર્ટ્સ પર્શન), ધવલભાઈ ભરડા ડો. વી. આર ગોઢાણિયા કોલેજ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્રોલોજી પોરબંદર (એકેડેમીક બુક એક્સિલેન્સ એ વર્ડ ડિઝાઇન ઓફ મિકેનિકલ ઇલેમેન્ટ ઈન સી યુનિટ) યસ કક્ક્ડ, મંથન દાવડા (બેસ્ટ સોલાર રૂ ફટોપ ઈ. પી. સી. કંપની) નો સમાવેશ થયેલ હતો.
આ આ તકે પોરબંદર ના દેશ વિદેશ માં મહા ત્મા ગાંધીજી તરીકેનો રોલ ભજવનાર ડો. જયેશભાઈ હિંગરાજીયા ના માર્ગદર્શન હેઠળ બાળકોએ ભારતીય સંસ્કળતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતો રગા રંગસાંસ્કળતક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિંગર હેતલબેન થાનકી, હેલ્થ સમ્બન્ધી માહિતી સલાહકાર ડો. નિલકેશ પાણખાણીયા, અને સચિનભાઈ મદલાણી એ સંભાળ્યું હતું આભારદર્શન દીપેશભાઈ મદલાણી એ કર્યું હતું. શ્રી સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ના પ્રમુખ રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી એડવોકેટ અતુલભાઈ વ્યાસ, આપણું પોરબંદરના તંત્રી મનીષભાઈ ઉપાધ્યાય, કિશન મત્રાવાડિયા, નિલેશ બી. બલભદ્ર, અને ટ્રષ્ટના સેક્રેટરી વિજયભાઈ આર. ઉષાણાં કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
