News of Wednesday, 16th April 2025
જેતપુરમાં પ૦ હજારનું દોઢ લાખ વ્યાજ ચુકવ્યા છતા પઠાણી ઉઘરાણી : મહિલા સામે ફરીયાદ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૬: જેતપુરમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ૦ હજારનું દોઢ લાખ વ્યાજ ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરનાર મહિલા સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ જેતપુર દેસાઇવાડી તેજા કાળાના પ્લોટની સામે, શિવ શકિત એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા અને મજુરી કામ કરતા મયુરભાઇ રમેશભાઇ સોલંકીએ રેખાબેન દરબાર સામે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને રૂપીયાની જરૂર પડતા આરોપી પાસેથી પ૦ હજાર માસીક રૂા. પાંચ હજાર વ્યાજ ચુકવવાની શરતે લીધા હતા અને અઢી વર્ષ સુધીમાં ૧.પ૦ લાખ જેટલુ વ્યાજ આપ્યું હોવા છતાં આરોપી દ્વારા વ્યાજ તથા મુદલના ૧.૭૦ લાખની પઠાણી ઉઘરાણી કરી ધમકી અપાય છે. આ ફરીયાદ અન્વયે જેતપુર પોલીસે મહિલા સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
