<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે પકડાયેલ શખ્‍સ જેલહવાલે, ૨૨૦૦ થી ૨૫૦૦માં વેચતો'તો,

મિત્રના કહેવા મુજબ છૂટક ગ્રાહકોને ડ્રગ્‍સ પહોંચાડી કમિશન મેળવતો હતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬: જુનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે પકડાયેલ શખ્‍સને જેલ હવાલે કરી દેવામાં આવ્‍યો હતો. પૂછપરછમાં શખ્‍સે તેના મિત્ર ના કહેવા મુજબ છૂટક ગ્રાહકને ડ્રગ્‍સની ૧ ગ્રામની પડીકી રૂપિયા ૨૨૦૦ થી ૨૫૦૦માં પહોંચાડતો અને મામૂલી કમિશન મેળવતો હોવાનું જણાવ્‍યું હતું.

જૂનાગઢના જોશીપરામાં નંદનવન શાકમાર્કેટ પાછળ આદિત્‍યનગર-૨માં રહેતો તુષાર બાલકળષ્‍ણ ટાટમીયાને એસઓજીના પીઆઈ પી. સી. સરવૈયા અને તેના કાફલાએ સોમવારની વહેલી સવારે જોષીપરાના બાપુનગર સોસાયટીથી ખલીલપુર તરફ જતા રસ્‍તે પાનની દુકાન પાસેથી રૂપિયા ૪૬,૬૦૦નાં ૪.૬૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે ઝડપી લીધો હતો.

આ શખ્‍સ જીજે ૧૧ સીએમ ૦૬૯૯ નંબરના બાઈક પર ડ્રગ્‍સ લઈને અગ્રાવત ચોકથી ખલીલપુર રોડ તરફ વેચાણ કરવા નીકળ્‍યો હતો અને પકડાઈ જતાં તેની પાસેથી મેફેડ્રોન ડ્રગ્‍સ ઉપરાંત મોબાઇલ ફોન બાઈક સહિત કુલ રૂપિયા ૮૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બી ડિવિઝન પોલીસ મથકના પગલે પીઆઈ એમ. એન. કાતરિયાએ મજૂરી કામ કરતો તુષાર બાલકળષ્‍ણ ટાટમીયાની પૂછપરછ હાથ ધરતા આરોપીએ જૂનાગઢના જોગી પાર્કમાં રહેતો મિત્ર વિવેક અરુણ સીસાંગીયા પાસેથી ૧ ગ્રામ ડ્રગ્‍સની પડીકી લાવી તેના કહેવા મુજબ છૂટક ગ્રાહકને રૂપિયા ૨૨૦૦ થી ૨૫૦૦માં વેચતો હતો. જેનાથી રૂપિયા ૨૦૦નું કમિશન મળતું હોવાનું પૂછપરછમાં જણાવ્‍યું હતું.  દરમિયાન સોમવારની રાત્રે પીઆઇ કાતરીયાએ રિમાન્‍ડની માગણી સાથે તુષાર ટાટમીયાને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો પરંતુ અદાલતે રિમાન્‍ડ અરજી ફગાવી દઈ જેલમાં મોકલી આપવાનો હુકમ કરતા જૂનાગઢ જેલ હવાલે કરી દીધો હતો. દરમિયાન મુખ્‍ય આરોપી વિવેક સીસાંગીયાના જોષીપરામાં આવેલ જોગી પાર્ક ખાતેના ઘરે તપાસ કરવામાં આવી હતી પરંતુ શખ્‍સ મળી આવ્‍યો ન હતો. તેની ધરપકડ માટે પીઆઈ કાતરીયાએ આગળની તપાસ હાથ ધરી હતી.

(1:19 PM IST)