News of Wednesday, 16th April 2025
ખંભાળીયા પાલિકાના કર્મચારીઓએ હક્કની લડત માટે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

(કોશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૧૬: ૧૯૯૮ થી એટલે કે ૨૭-૨૭ વર્ષથી ખંભાળિયા પાલિકાના જુદા જુદા વિસ્તારોમાં કામ કરતા કર્મચારીઓ ને તેમના હક્કની લડત માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડયા છે.
ખંભાળિયા પાલિકામાં ૧૯૯૮ ની સાલથી રોજમદાર કાર્યવાહી જરૂરી મુજબ સ્થાનીક પાલિકા તંત્ર હુકમો કરીને લેતું હતું સ્ટ્રીટ લાઇટ વિભાગ, ફાયર વિભાગ, પાણી પુરવઠા વિભાગ વે. વિભાગોમાં ૨૭ કર્મચારીઓની ભરતી થઇ હતી. જે કર્મચારીઓ પૈકી કેટલાક તો ૧૯૯૫થી ફરજ બજાવતા હતા. શરૂઆતમાં ૨૫૦૦ ફિકસ પગાર તે પછી ૫૦૦૦ તે પછી ૧૦૦૦૦ માં ફરજબજાવતા હતા. તે પછી લેબરકોર્ટ જામનગરમાં આ કર્મચારી જતા ત્યાં તત્કાલીન ચીફ ઓફિસર શ્રી સોની દ્વારા કોર્ટના હુકમથી ૧૯૯પ થી ર૦૧૩ સુધીનો હકક આ રોજમદારોએ જતો કરવાનો તે શરતે સમાધાન થયું હતું. તથા આ રોજમદારો માટે લાપસીના આંધણ સમાન ખુશીના સમાચાર હતા. ત્યારે કોર્ટના હુકમના બીજા દિવસે જ પાલિકાના જાવક નંબર સાથે કર્મચારીઓને શરત મુજબના વર્ષ છોડયા પછી કાયમી કરવાના હુકમ તૈયાર થઇ ગયા અને જાવક નંબર પણ ડી ગયેલા તે પછી રાજકીય વાંધા ને કારણે કાયમી હુકમ ના થતાં ર૦૧૩ ની સાલમાં આ કર્મચારીઓ હાઇકોર્ટમાં અમદાવાદ ગયેલા જયાં ર૦ર૪ માં હાઇકોર્ટે લેબર કોર્ટનો હુકમ માન્ય ગણીને કાયમી કરવાનો હુકમ કરીને એરીયર્સ તથા બાકીની રકમ વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો હતો.
૧૯૯પ થી ર૦૧૩ સુધી ૧૮ વર્ષનો હકક આ કર્મચારીઓએ જતો કર્યો તે સામાધનમાં પાલિકાના સક્ષમ અધિકારી, પ્રાથમિક નિયામક હોવા છતાં સમાધાન મુજબ હુકમના થતા સુપ્રીમે આ તંત્રોને નોટીસ કાઢતા હડકંપ મચી ગયાની સ્થિતી થઇ છે તો વર્ષોથી લડત કરતા કર્મચારીઓને આશા જાગી છે.
કેટલાય મૃત્યુ કેટલાય
નિવૃત થયા
૧૯૯પ/૯૮ માં ભરતી થયેલા ખંભાળીયા પાલીકાના રોજગારો લડત કરી ત્યારે ર૭ હતા. જેમાં ચારેક કર્મચારી મૃત્યુ પામ્યા અનેક ૬૦ વર્ષ થતાં રીટાયર્ડ થયા અને બાકી બચેલા ૧૬ પેકી ૧૪ સુપ્રીમમાં ગયા છે બે ની આર્થિક સ્થિતી અત્યંત નબળી હોય આ લડતમાં જોડાયા નથી. દ્વારકા જિલ્લામાં રોજમદારો સુપ્રીમ સુધી પહોંચ્યાનો આ પ્રથમ કેસ છે.
અન્ય પાલિકામાં
કાયમી થઇ ગયા
નવાઇની વાત છે કે હાલારની જામજોધપુર, દ્વારકા સહિત અનેક નગરપાલિકામાં આવા જ રોજમદારોના કેસમાં હાઇકોર્ટના પ્રમાણથી કાયમી થઇ ગયાના દાખલા હાલરા માંજ છે ત્યારે ખંભાળીયામાં રોજમદારોને સુપ્રીમ સુધી જવું પડયું અને ડબલ જજની બેવની તારીખમાં રાજયના સૌથી વડા દ્વારકાથી વકીલ દલીલમાં આવ્યા હતા. (૩.૧૪)
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
