<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જૂનાગઢના વડાલ-કેરાળા વચ્‍ચે ટ્રેક્‍ટર પલ્‍ટી જતા ૨ શ્રમિકનાં મળત્‍યુઃ૩ને ઇજા

મજૂરો ઓવર ટાઈમ કરવા જતા હતા અને કાળ આંબી ગયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૬ :.. જૂનાગઢ પાસેના વડાલ અને કેરાળા ગામ વચ્‍ચે મોડી રાત્રે ૧૦ મજુર સાથેનું ટ્રેક્‍ટર પલટી ખાઈ જતા ૨ યુવાન શ્રમિકનું મળત્‍યુ નીપજ્‍યું હતું અને ૩ મજૂરો ઈજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

એમપી ૪૫ એએ ૭૦૪૭ નંબરના ટ્રેક્‍ટરની ટ્રોલીમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામના ૩૦ વર્ષીય ભાવેશભાઈ કાળુભાઈ પરમાર, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામના ૨૫ વર્ષીય અસ્‍પાકભાઈ કાદરભાઈ બમાણી સહિતના ૧૦ મજૂરોને ઓવર ટાઇમ કામ માટે બેસાડી ચાલક વિપુલભાઈ ટ્રેક્‍ટર હંકારી મોડી રાત્રે જઈ રહ્યા હતા. તે વખતે જૂનાગઢ તાલુકાના કેરાળા અને વડાલ ગામ વચ્‍ચે પૂરઝડપે હંકારતા પવન ચક્કીના લોખંડના સામાન સાથેનું ટ્રેક્‍ટર પલટી ખાઈ ગયું હતું.

 અકસ્‍માતથી ઇજા પામેલા ૫ શ્રમિકોને જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. ફરજ પરના તબીબે ગંભીરતા પામેલા ભાવેશભાઈ પરમાર અને અસ્‍પાકભાઈ બમાણીને મળત જાહેર કર્યા હતા.

આ અકસ્‍માત અંગે મળતક યુવકના પિતા કાદરભાઈ જમાલભાઈ બમાણીએ ફરિયાદ કરતા જુનાગઢ તાલુકા પોલીસે ટ્રેક્‍ટર ચાલક વિપુલ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી વધુ તપાસ એએસઆઇ પી. એસ. આંત્રોલીયાએ હાથ ધરી હતી.

(1:23 PM IST)