<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

જામનગરમાં વ્યાજની રકમ ચુકવી દીધી હોવા છતા પઠાણી ઉઘરાણી : ૪ સામે ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૬  : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ જેન્તીભાઈ પિત્રોડા, ઉ.વ.૩૪, રે. રામેશ્વરનગર, મધુરમ સોસાયટી શેરી નં.૧, બ્લોક ૧/ર વાળા ઍ ફરીયાદ નોîધાવી છે કે, ફરીયાદી વિજયભાઈઍ ધંધા માટે પૈસાની જરૂરીયાત હોવાથી આરોપીઓ હરદેવસિંહ જાડેજા પાસેથી રૂ.પ૦,૦૦૦/– સાડા સાત ટકા લેખેવ્યાજે લીધેલ હોય જેને વ્યાજ પેટે રૂ.૯૬,૦૦૦/– ચુકવી આપેલ તેમજ આરોપી સુભાષ સોલંકી પાસેથી રૂ.ર૦,૦૦૦/– છ ટકા લેખે વ્યાજે લીધેલ હોય જેને વ્યાજ પેટે રૂ.૧૦,૮૦૦/– ચુકવી આપેલ તેમજ આરોપી મયુરસિંહ જાડેજા પાસેથી રૂ.ર૦,૦૦૦/– દસ ટકા લેખે વ્યાજે લીધેલ જેના રૂ.ર૪,૦૦૦/– ચુકવી આપેલ. તેમજ આરોપી પૃથ્વીરાજસિંહ જાડેજા પાસેથી રૂ.ર૦,૦૦૦/– દસ ટકા લેખે વ્યાજે લીધેલ જેના રૂ.૮,૦૦૦/– ચુકવી આપેલ તેમ છતા ફરીયાદી વિજયભાઈને આરોપીઓઍ સાલ ર૦ર૩ થી આજદીન સુધી અવાર નવાર વધુ વ્યાજની માંગણી કરી ફરીયાદી વિજયભાઈના બેંકના કોરા ચેકમાં વધુ રકમ લખી બેંકમાં ચેક બાઉન્સ કરવાની ધમકીઓ આપી ધંધાના સ્થળે આવી હેરાન પરેશાન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઍકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા ત્રણ ઝડપાયા

જામનગર  : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સાજીદભાઈ રફીકભાઈ બેલીમ ઍ ફરીયાદ નોîધાવી છે કે, તા.૧પ–૪–ર૦રપના આરોપીઓ અકબર ઈકબાલ મકવાણા, જાવીદ મો.નં.૯૭ર૩૮૦૮૭પ૧ તથા મહમદહુશેન ઉર્ફે ચીકો સલીમભાઈ બાબવાણી ઍ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪,૬૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ,૦૦૦/– મળી કુલ મુદામાલ રૂ.૯,૬૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

ફોન કરવાની ના પાડતા  મારી નાખવાની ધમકી

જામનગર  : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સલમાબેન હુશેનભાઈ જેડા, રે. બેડી ઈદ મસ્જિદ રોડ, લંઘાની બાજુમાં, સંજરી પાન હાઉસની સામે ઍ ફરીયાદ નોîધાવી છે કે, તા.૧પ–૪–ર૦રપના ફરીયાદી સલમાબેનના ઘર પાસે ફરીયાદી સલમાબેનના પતિ હુશેનભાઈઍ આરોપી ભોલો જાફરભાઈ ખત્રીને પોતાની દિકરી શબનમબેનને ફોન કરવાની ના પાડતા આરોપીઓ સલીમ અબ્દુલ ખત્રી, સલમાન અબ્દુલ ખત્રી હાથમાં લાકડાના ધોકો લઈ આવી ફરીયાદી સલમાબેન તથા તેના પતિ હુશેનભાઈને ભુંડી ગાળો આપી તથા આરોપી જાફરભાઈ અબ્દુલભાઈ ખત્રી ઍ ફરીયાદી સલમાબેનના પતિ હુશેનભાઈને કહેલ કે આજપછી તું મારા દિકરાને કાંઈ કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઍકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો

જામનગર  : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રકાશભાઈ હિરાભાઈ મકવાણા, ઉ.વ.ર૮, રે. ખેતીવાડી ઈન્દીરા કોલોની શેરી નં.૧ વાળા ઍ ફરીયાદ નોîધાવી છે કે, તા.૧૪–૪–ર૦રપના ફરીયાદી પ્રકાશભાઈ પોતાના ઘર પાસે ઉભા હોય તે વખતે આરોપી વિજય ઉર્ફે બબલુ ઢચા ગલીમાં ગાળો બોલતો હોય જેથી ફરીયાદી પ્રકાશભાઈઍ તેને ગાળો બોલવાની ના પાડતા આરોપી વિજય ઉર્ફે બબલુ ઢચા ફરીયાદી પ્રકાશભાઈ તથા તેની માતાને ગાળો આપી ફરીયાદી પ્રકાશભાઈ સાથે જપાજપી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારી ફરીયાદી પ્રકાશભાઈ ઘરે જતા આરોપી વિજય ઉર્ફે બબલુ ઢચા ફરી પાછો છરી લઈને જઈ ફરીયાદી પ્રકાશભાઈને છરીનો ઍક છરકો ડાબી બાજુ નાક પર તેમજ કપાળમા મારી લોહી નીકળતી ટાકાની ઈજા કરી તેમજ ફરીયાદી પ્રકાશભાઈનો ભાઈ હેમત છોડાવવા વચ્ચે પડતા તેને પણ છરીનો ઍક ઘા જમણા પગમાં ઘુંટણ પાસે મારી લોહી નીકળતી ઈજા કરી બંન્ને જણાને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂ સાથે પાંચ ઝડપાયા  :

 ઍક ફરાર

જામનગર  : અહીં સીટી ઍ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુમીતભાઈ હિરાભાઈ શિયાર ઍ ફરીયાદ નોîધાવી છે કે, તા.૧૬–૪–ર૦રપના દિગ્વીજય પ્લોટ–પ૮, શ્રીરંગ ઍવન્યુ ઍપાર્ટમેન્ટના ફલેટ નં.૧૦૩/૧૦૪ માં આરોપીઓ મેહુલ નરશીભાઈ ચાવડા, રાહુલ દિપકભાઈ નલાવર, નીતીનભાઈ સમાભાઈ મચ્છોયા, ઙ્ગતુરાજસિંહ ભરતસિંહ જાડેજા, શરદભાઈ નવીનભાઈ પેસાવરીયા ઍ ઈગ્લીશ દારૂની અર્ધ બોટલ નંગ–૧, કિંમત રૂ.ર૦૦/– ની હેરાફેરી કરી વેચાણ અર્થે રાખી ઍકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે. તથા આરોપી દેવેન્દ્રભાઈ ફરાર થઈ ગયેલ છે આ અંગેપોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના ૩૦ ચપલા સાથે ઝડપાયોઃ  ઍક ફરાર

જામનગર  : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર ઍ ફરીયાદ નોîધાવી છે કે, તા.૧પ–૪–ર૦રપના ટી.બી.હોસ્પિટલ, પટેલ વાડી શેરી નં.પ પાસે આરોપી મીલન રમેશભાઈ સોલંકી ઍ ઈગ્લીશ દારૂના ચપલા નંગ–૩૦, કિંમત રૂ.૪પ૦૦/– ઓલા ઈલેકટ્રીક ગાડી જેની કિંમત રૂ.૩પ,૦૦૦/– માં લઈ નીકળતા કુલ મુદામાલ રૂ.પ૪,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી શકિતસિંહ સોઢા ફરાર થઈ ગયેલ છે. આ અંગેપોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૩.૧૬)

(1:29 PM IST)