તા. ૨૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૩ મંગળવાર
News of Wednesday, 16th April 2025
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવકમાં ધીમો વધારો : 10 કિલોના ભાવ 400થી 1300 રૂપિયા સુધી બોલાયા
લોકવન ઘઉંનો ભાવ 20 કિલોના રૂ. 430 થી રૂ. 509 સુધી નોંધાયો: ટુકડા ઘઉંનો ભાવ રૂ. 440 થી રૂ. 542 સુધી રહ્યો

જૂનાગઢ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. આજે 16 એપ્રિલ 2025ના રોજ કેરીનો ભાવ 20 કિલોના રૂ. 800 થી રૂ. 2600 સુધી નોંધાયો હતો. એટલે કે કેરીના 10 કિલોના ભાવ જોઇએ તો 400થી 1300 રૂપિયા સુધી બોલાયા છે. આજે 249 ક્વિન્ટલ કેરીનું વેચાણ થયું હતું. હાલમાં કેરીની આવક ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે.
જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી. લોકવન ઘઉંનો ભાવ 20 કિલોના રૂ. 430 થી રૂ. 509 સુધી નોંધાયો હતો, જેમાં સારી આવક જોવા મળી હતી. બીજી તરફ, ટુકડા ઘઉંનો ભાવ રૂ. 440 થી રૂ. 542 સુધી રહ્યો હતો
બજારમાં વિવિધ પ્રકારની શાકભાજીની નોંધપાત્ર આવક જોવા મળી હતી. લીંબુનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ. 1800 થી રૂ. 2000 પ્રતિ 20 કિલો નોંધાયો હતો. ડુંગળીનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ. 50 થી રૂ. 200 રુપિયા અને ટામેટાનો પ્રતિ 20 કિલોનો ભાવ 140થી 240 રૂપિયા સુધી બોલાયો હતો
તારીખનીચો ભાવઉંચો ભાવકેટલું વેચાણ(ક્વિન્ટલમાં)14-એપ્રિલ-20251000200015111-એપ્રિલ-2025100028008910-એપ્રિલ-20252000300011509-એપ્રિલ-20252000300010008-એપ્રિલ-2025100030009107-એપ્રિલ-2025240030008705-એપ્રિલ-2025100030008304-એપ્રિલ-2025155030504403-એપ્રિલ-20251600300042
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
