<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

ગાંધીધામના ટાગોર રોડ ઉપર એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને ઉલાળ્યા :એક વિદ્યાર્થીનું મોત: અન્ય 2 ઘાયલ

ગાંધીધામના ટાગોર રોડ ઉપર આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માત :બાઈક ચાલક અને એક યુવતીને ગંબીર ઈજા

કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં હાઈવે પર પૂર ઝડપે જઈ રહેલી એસ.ટીની વોલ્વો બસે એક્ટિવા અને બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટનમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ, ગાંધીધામના ટાગોર રોડ ઉપર આદિપુર ખાતે ભારત પેટ્રોલ પંપ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એસટી વોલ્વો બસે બાઈક અને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક્ટિવા પર સવાર બે યુવતીમાંથી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક ચાલક અને એક યુવતીને ગંબીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોનું કહેવું છે કે, વધુ પડતી સ્પીડ અને ટ્રાફિક નિયંત્રણના અભાવે જીવલેણ અકસ્માતની ઘટના સર્જાતી હોય છે. 

(7:53 PM IST)