તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Thursday, 17th April 2025
બેકાબૂ બનેલ ભુજ રાજકોટ વોલ્વો બસે એક્ટિવાને ઉલાળી ડિવાઈડર ટપી બાઈકને હડફેટે લીધી:એકનું મોત, બે ને ઈજા
આદિપુર પાસે ડિવાઈડર ટપી થાંભલો તોડી બેકાબૂ બનેલ બસથી લોકોએ માંડ માંડ જાન બચાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૭ : માર્ગ સલામતી સપ્તાહ અને સલામત એસટી સવારીની વાતો વચ્ચે રાજ્યમાં બેકાબૂ દોડતા વાહનો દ્વારા અકસ્માતોનો સિલસિલો સતત ચાલુ જ છે. કચ્છના આદિપુરમાં જાહેર માર્ગ ઉપર પુરપાટ ઝડપે જતી એસટીની ભુજ રાજકોટ વોલ્વો બસે એક્ટિવાને હડફેટે લેતા કોલેજથી પરત ફરી રહેલ ૨૫ વર્ષીય પરિણીત યુવતી રીતુ લક્ષ્મીનારાયણ સાધુપલ્લીનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. બેકાબૂ બનેલ બસ ડિવાઇડર ટપી થાંભલો તોડી સામેની રોંગ સાઈડ ઉપર ધસી ગઈ હતી અને બાઈકને હડફેટે લીધી હતી. ધૂળના ગોટા સાથે ટપીને રોંગ સાઈડમાં આવતી બસથી લોકોએ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો. એક્ટિવા પાછળ બેઠેલ યુવતી અંકિતા ગેલેરિયા અને સામેથી બાઈક ઉપર આવતો યુવાન સમીર તેરૈયા ઈજાગ્રસ્ત થતા બંને સારવાર હેઠળ છે. એસટી ની વોલ્વો બસ નો ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો. જોકે, સદ્દભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
