તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Thursday, 17th April 2025
વઢવાણના ચેકડેમમાં ડુબી જવાથી ર કિશોરના મોત
ભોગાવો નદીના ચેકડેમમાં ૩ કિશોર ન્હાવા ગયા હતાઃ એકનો બચાવ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૭: વઢવાણ શનિદેવ મંદિર પાછળ ચેકડેમમાં ૩ કિશોર નહાવા પડ્યા જેમાં ૨ના ડૂબી જતાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જોરાવરનગરના રહીશ ૧૩ વર્ષીય સુમીતભાઇ ગોવિંદભાઇ રાઠોડ અને બીજા કિશોરનું નામ ૧૪ વર્ષીય તન્મય અશોકભાઇ ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે વધુ તપાસમાં ૩ મિત્ર પાણીમાં ન્હાવા ગયા દરમિયાન ૨ મિત્ર ઊંડા પાણીમાં જતા ગરકાવ થઇ ગયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે બન્ને મળતદેહ પીએમ અર્થે ગાંધી હોસ્પિટલ મોકલી વાલી વારસનો સંપર્ક કરી મળતદેહ સોંપવા સહિત કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ફાયર ટીમને જાણ કરાઇ હતી. આથી સ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી મળતદેહ મળી આવ્યો હતો. આથી ગાંધી હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપી હતી. વઢવાણ શહેરના શનીદેવ મંદિર પાછળ ભોગાવો નદીના ચેકડેમમાં પાણી ભરેલું છે. તેમાં ૨ બાળક પડી ગયાનો બનાવ બન્યો હતો. આથી ફાયર વિભાગની ટીમ, તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જ્યારે સ્થળ પર કોઇ ભાળ ન મળતા ઊંડે તપાસ તપાસ કરતા મળતદેહ મળી આવ્યો હતો.(૨.૫)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
