<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

હાસ્‍ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્‍માત

હળવદથી મોરબી માળિયા જતા ધનાળા ગામ પાસે ટેન્‍કર પાછળ કાર ટકરાઇ

વઢવાણ તા.૧૭: હાસ્‍ય કલાકાર હકાભા ગઢવીને અકસ્‍માત નડયો છે. હકાભા આજે સવારે ૧૦-૩૦ની આસપાસ પોતાની કારમાં હળવદથી મોરબીમાળિયા તરફ જઈ રહ્યા હતા. તે વખતે હળવદ તાલુકાના ધનાળા ગામ પાસે હાઇવેની વચ્‍ચે આવેલા ડિવાઈડરમાં રહેલા વળક્ષોનો ટેન્‍કર પાણી પીવડાવી રહ્યું હતું. તે વખતે પાછળથી આવતી હકાભા ગઢવીની કાર અચાનક ટેન્‍કર સાથે ટકરાઈ હતી. જેના કારણે ડ્રાઇવર તરફનો કાચ તૂટી ગયો હતો અને બોનેટમાં નુકસાન થયું હતું. અક્‍સ્‍માત સમયે હકાભા ગઢવી કારમાં હાજર હતા પરંતુ કાર ડ્રાઈવર ચલાવતો હતો. જો કે કારમાં બેઠેલા હકાભા ગઢવી કે અન્‍ય કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી

(11:22 AM IST)