તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Thursday, 17th April 2025
ધોરાજીના વિકાસ માટે ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા ભાજપના આગેવાનો
પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૭: ધોરાજી શહેરના વિકાસ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા શહેર ભાજપના આગેવાનો ધોરાજી નગરપાલિકાને એ ગ્રેડનું સ્થાન આપતા રાજ્યના મુખ્યમંત્રીને શુભેચ્છા સાથે નવા વિકાસ કામોને વેગ આપવા માટે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સાથે ધોરાજી શહેર ભાજપના યુવા નેતા અને ઉદ્યોગપતિ વિમલભાઈ કોયાણી ધોરાજી માધવ ગૌ સેવા મંડળ ના ભુપતભાઇ કોયાંણી. ભાજપના મહામંત્રી જેન્તીભાઈ કોયાણી, ભૂપતભાઈ કોયાણી, નટુભાઈ વૈષ્ણવ, યોગેશભાઈ વૈષ્ણવ, મગનભાઈ ચવાડિયા.વિગેરે અગ્રણીઓ ગાંધીનગર ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રૂબરૂ મળી ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં નવા વિકાસ કામો કરવા બાબતે રજૂઆત કરી હતી તેમજ ધોરાજી નગરપાલિકાને એ ગ્રેડનું સ્થાન રાજ્યના મુખ્યમંત્રીએ અપાવતા તેઓનું મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. આ સમયે પૂર્વ સાંસદ રમેશભાઈ ધળુંક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ ધોરાજીના વિકાસને વેગ આપવામાટે યોગ્ય સ્થાન સાથે ગ્રાન્ટ આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી.(
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
