<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ધોરાજીનાં સરકારી હોસ્‍પિટલમાં કલેકટર પ્રભવ જોશીની સરપ્રાઇઝ મુલાકાત

(ધમેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા.૧૭: ધોરાજી ખાતે પધારેલ કલેકટર પ્રભવ જોશીએ ધોરાજીનાં આધુનીક હોસ્‍પીટલની મુલાકાત લઇ આધુનીક લેબોરેટરી. નવુ એકઝેટ મશીન અને જૂની બીલ્‍ડીંગના રીનોવેશન અંગેની જાત માહીતી લીધી હતી આ તકે માનવ સેવા પૂર્વક પૂર્વક મંડલના ધર્મેન્‍દ્ર બાબરીયા એ ધોરાજી સરકારી હોસ્‍પીટલમાં નિષ્‍ણાંત ડોકટર જેવા કે એમ.ડી, સર્જન, ઓર્થોપેડિક બાળકોના રેડીયો લોજીસ્‍ટ, આંખના અને ઇએનટી અને ન્‍યૂરો સર્જન અંગે રજૂઆત કરાય તેમજ લાખોના ખર્ચ બાળકો માટેનું આધુનીક ૧૦ બેડનું આઇસીયું નિષ્‍ણાંત તબીબો અને સ્‍ટાફ ના અભાવે એક વર્ષની બંધ છે. જે ચાલુ કરવા અંગે રજૂઆત કરાય હતી આ તકે ડે કલેકટર તરસાલા ડો. જયેશ વેસેટીપન, ડો. ભાવિકા વોરા, ડો. સંજય પરમાર, ડો. દેવીબેન ભાણવડીયા, ડો. મહેતા સહિતના  ડોકટર અને સ્‍ટાફ હાજર રહેલ હતા આ તકે કલેકટરશ્રી હોસ્‍પિટલના કામગીરીને બીરદાવી હતી.

(12:18 PM IST)