<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

પોરબંદરના ફટાણામાં શનિવારે મનસુખભાઇ માંડવીયા આવશેઃ વિવિધ વિકાસ કાર્યોના લોકાપર્ણ

વિજ કચેરીનું લોકાપર્ણઃ તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમઃ મેડીકલ કેમ્‍પ

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા., ૧૭:  તાલુકાના ફટાણા ગામે શનિવારે તા.૧૯ ના રોજ કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્‍થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન તાલુકા કક્ષાના સેવાસેતુ, મજીવાણા, પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ અને મેડિકલ કેમ્‍પનું આયોજનઃ વિવિધ સેવાઓ ઘર આંગણે સ્‍થાનિક ક્‍લસ્‍ટર વાઈઝ લોકોને અપાશે

સાંસદ અને કેન્‍દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ની પ્રેરક ઉપસ્‍થિતિમાં આગામી તા. ૧૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારે ૯ થી સાંજના ૫ વાગ્‍યા દરમ્‍યાન જિલ્લા વહીવટી તંત્ર પોરબંદર દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પોરબંદર તાલુકાના ફટાણા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુનો કાર્યક્રમ જેમાં ફટાણા ઉપરાંત સોઢાણા, મજીવાણા, બગવદર કુણવદર, ખાંભોદર, નટવર નગર અને વાછોડા કામના લોકો ને વિવિધ સરકારી સેવાનો લાભ આપશે. આ ઉપરાંત મજીવાડા પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી નું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ  કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં તબીબો દ્વારા નિદાન કરી દર્દીઓને સારવાર અપાશે.

કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા, પુર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જીલ્લા કલેક્‍ટર એસ.ડી.ધાનાણી, જીલ્લા વિકાસ અધિકારી તથા જીલ્લાના વિવિધ અન્‍ય અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.આ કાર્યક્રમ  પૂર્વે ફટાણા ગામમાં વળક્ષારોપણ , સફાઈ અભિયાન તેમજ લોકો આ કાર્યક્રમનો લાભ લે તે માટે જનજાગળતિ સહિતનું આયોજન પ્રાંત અધિકારી  સંદીપ જાદવના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી સ્‍ટાફ, તાલુકા પંચાયત કર્મચારીઓ અને સ્‍થાનિક ગ્રામ પંચાયત અને સંબંધિત કચેરીઓ દ્વારા કરવામાં આવ્‍યું છે.

(12:28 PM IST)