<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ટંકારાના લજાઇમાં સ્‍માર્ટ મિટરનો વિરોધ

આમ આદમી પાર્ટીના હોદેદારોની આગેવાનીમાં વિજ કચેરીએ હલ્લાબોલઃ કલેકટર-મામલતદારને રજુઆત

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા., ૧૭: ટંકારા શહેર અને લજાઈ ગામે PGVCL દ્વારા સ્‍માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ ઠેર ઠેરથી સ્‍માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લજાઈ ગામના લોકોએ પણ સ્‍માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્‍યો છે અને આ મામલે કલેકટર અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે. તો ટંકારા આમ આદમી પાર્ટીના બેનર હેઠળ વેપારી ગામજનો દ્વારા કચેરી ખાતે હલ્લાબોલ કરી સ્‍માર્ટ મીટરની કામગીરી બંધ કરાવી હતી.

 સ્‍માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોની ચિંતા વધારી રહ્યો છે. હાલ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્‍યાં ફરજિયાત સ્‍માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્‍છતા ઘણા લોકો સ્‍માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્‍માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં અનેક શંકાઓ અને ડર છે. વધારે બિલ આવી રહ્યાની ફરિયાદ પણ લોકો કરી રહ્યા છે. આ અંગ વધુ બીલ આવ્‍યાની અનેક ફરિયાદ કોર્ટમાં પણ પેન્‍ડિંગ છે. ખાનગી કંપનીઓ કામ કરી રહી હોય લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. તેથી આ સ્‍માર્ટ મીટર હાલ પૂરતા લગાવવા ના જોઈએ. લોકો પણ આ સ્‍માર્ટ મીટરનો વિવિધ વિરોધ કરી રહ્યા છે ત્‍યારે બળજબરીપૂર્વક સ્‍માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્‍ન થઈ રહ્યા છે તે યોગ્‍ય ન હોય સ્‍માર્ટ મીટર ફરજિયાતન લગાવવા લજાઈ ગામ સમસ્‍ત રજૂઆત કરી હતી.

બીજી તરફ ટંકારા આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા ગામમાં P.G.V.C.L સ્‍ટાફ દ્વારા સમાર્ટ મીટરની કામગીરી કરી રહ્યા હોય ટંકારાની પ્રજાને જાગળત કરી  સ્‍માર્ટ મીટર ન લગાવવા વેપારી મિત્રો ગ્રામજનો સાથે સ્‍માર્ટ મીટરનો નાંખવા ઉગ્ર રજૂઆત કરી સ્‍થળ ઉપર કામગીરી બંધ કરાવી જીઈબી કચેરી ખાતે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ, દિવ્‍યેશભાઈ  શહેર પ્રમુખશ્રી પ્રકાશભાઈ દુબરીયા ટંકારા તાલુકા વેપારી સેલ પ્રમુખ ધર્મેન્‍દ્રભાઈ કક્કડ સહિત ટંકારા ગ્રામ લોકો દોડી આવ્‍યા હતા અને તાત્‍કાલિક સ્‍માર્ટ મીટર ન લગાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.

(1:47 PM IST)