News of Thursday, 17th April 2025
જુનાગઢ પાસે ૩ યુવકોને અકસ્માતમાં મોતને ઘાટ ઉતારનાર બોલેરો ચાલકની શોધખોળ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: જૂનાગઢના ઝાલણસર પાસે ત્રિપલ સવારી બાઈકને હડફેટે ત્રણ યુવાનના મળત્યુ નીપજાવી નાસી છૂટેલા બોલેરો ચાલકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના સરગવાડા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષીય આમીર મામદભાઈ અબડા, ૧૮ વર્ષીય અરમાન મકસુદભાઈ કાદરી તથા ૧૮ વર્ષીય અલ્ફાઝ હનીફભાઇ કાઠી નામના ૩ યુવાનો ધોરાજી ખાતે ઉર્સમાં ગયા હતા.
બુધવારની સવારે ૪ વાગ્યાના અરસામાં ત્રીપલ સવારી બાઈક પર પરત આવી રહ્યા હતા તે દરમિયાન તોરણીયા પાટીયાથી ઝાલણસર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે જૂનાગઢ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા બોલેરો બાઈક સાથે અથડાયો હતો. અકસ્માતથી ત્રણેય મિત્રો બાઈક પરથી ફંગોળાઈ જતા ગંભીર ઇજા થવાથી આલ્ફાજ, અરમાન અને આમીરનું મળત્યુ નીપજ્યું હતું. એક સાથે ત્રણ મિત્રોના મળત્યુથી તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું અને સમગ્ર ગામમાં શોકમય માહોલ છવાઈ ગયો હતો.
ગમખ્વાર અકસ્માત અંગે મળતક યુવકના પિતા મામદભાઈ અલારખાભાઈ અબડાની ફરિયાદ લઈ તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
તાલુકા પીએસઆઇ જે. એ. ટાંકે અકસ્માત અંગે સ્થળ પર પંચનામુ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક વાહન સાથે નાસી ગયો હોય સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા આધારે બોલેરો ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
