<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ચેતન કાનજીભાઈ મેંદપરાએ અમેરીકા સહિત આફ્રિકા અને ગલ્ફના ખાડી દેશોમાં કેસર કેરીના વેચાણનું નેટવર્ક બનાવ્યું

ખેડૂત ચેતન મેંદપરાએ બીએસસી હોર્ટીકલ્ચરનો માસ્ટર અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ડેન્માર્ક અને યુએસમાં ધ મેંગો માર્ટ નામથી કંપની રજીસ્ટર કરાવી

તાલાલા તા.૧૭ :ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના 24 વર્ષીય યુવક ચેતન કાનજીભાઈ મેંદપરાએ કમાલ કરી છે. તેમણે ગીરની કેસર કેરીને વૈશ્વિક સ્તરે મળે તે માટે એક્સપોર્ટ શરૂ કર્યું છે. ગત વર્ષે અમેરીકા સહિત આફ્રિકા અને ગલ્ફના ખાડી દેશોમાં તેમણે કેસર કેરીના વેચાણનું નેટવર્ક બનાવ્યું હતું. આ વર્ષની સિઝનની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં કેસર કેરી પહોંચાડવા તાલાલાના વિવિધ ગામોમમાંથી બેસ્ટ ક્વોલિટીની કેરી ખરીદી મુંબઈ લઈ ગયા હતા.

મુંબઈમાં નવી મુંબઈ ખાતે ફળોના પેક હાઉસમાં કેરીને ગ્રેડીંગ-વોશિંગ કરાવી એક્સપોર્ટ માટે જરૂરી રેડીયેશન પ્રક્રિયા કરાવી હતી. આ પછી 3 કિલો (12 નંગ)ના બોક્ષમાં પેક કરાવેલ કેરીનો કુલ 36 ટન 1200 બોક્સનો જથ્થો એકપોર્ટ માટે તૈયાર કરી મુંબઈથી એરકાર્ગો મારફત મેલબોન (ઓસ્ટ્રેલિયા) મોકલ્યો હતો.

મહત્ત્વનું છે કે, ખેડૂત ચેતનભાઈ મેંદપરાએ બીએસસી હોર્ટીકલ્ચરનો માસ્ટર અભ્યાસ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના ડેન્માર્ક અને યુએસમાં ધ મેંગો માર્ટ નામથી કંપની રજીસ્ટર કરાવી હતી. અહીંથી જે કેરી એક્સપોર્ટ થાય તે ચેતનભાઈની કંપની ઈમ્પોર્ટ કરે છે. ત્યાં કેરી પહોંચ્યા બાદ માલ અને માર્કેટમાં 35થી 40 ઓસ્ટ્રેલિયા ડૉલરમાં વેચાય છે. કેરી બાગાયતી પાક છે. ખેડૂતપુત્ર ચેતનભાઈ મેંદપરા એગ્રીકલ્ચરમાં ડિગ્રી મેળવી ભાગાયતમાં માસ્ટર કરેલું છે. પોતાના બાદ ગીરની કેસર વૈશ્વીક સ્તરે ઉપલબ્ધ બનાવવા એકપોર્ટ કરવાનું સાહસ પાંચ વર્ષ પહેલા શરૂ કર્યું હતું. દર વર્ષે નવા નવા દેશોમાં પણ કેસર કેરી એક્સપોર્ટ કરાય છે.

(2:49 PM IST)