<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

મોરબીમાં જીએસટીના ધામા : રાજપર પાસે હિમાલય થર્મો પ્લાસ્ટ નામની ફેકટરીમાં જીએસટી અધિકારીઓ દ્વારા ચેકીંગ

જીએસટીની ટીમ દ્વારા તપાસમાં મોટી માત્રામાં જીએસટી ચોરી બહાર આવે તેવી શક્યતા: જીએસટીની ટીમે ડિજિટલ સાહિત્ય તેમજ દસ્તાવેજી પુરાવની ચકાસણી હાથ ધરી

મોરબી શહેરમાં એકવાર ફરીથી જીએસટી વિભાગે ધામા નાખ્યા છે  મોરબી શહેરના રાજપર ગામ પાસે આવેલી હિમાલય થર્મો પ્લાસ્ટ નામની ફેકટરીમાં જીએસટીએ ધામા નાખ્યા છે. આ ખાનગી ફેકટરી ઘરેલું વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે. સવારથી જીએસટી વિભાગના અધિકારીઓ આવીને ચેકિંગ કરી રહ્યા છે.

મોરબી પંથકમાં જીએસટી ટીમ દ્વારા છાશવારે દરોડા કાર્યવાહી કરવામાં આવતી હોય છે છેલ્લા એક માસ દરમિયાન કાર્યવાહીમાં વધારો જોવા મળી રહી છે. ત્યારે મોરબીમાં આવેલા રાજપર રોડ પર આવેલી જાણીતી ખાનગી કંપની હિમાલય થર્મો પ્લાસ્ટ ફેકટરીમાં જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. જીએસટીની ટીમ દ્વારા તપાસમાં મોટી માત્રામાં જીએસટી ચોરી બહાર આવે તેવી શક્યતા છે. જીએસટીની ટીમે ડિજિટલ સાહિત્ય તેમજ દસ્તાવેજી પુરાવની ચકાસણી હાથ ધરી હતી.

અગાઉ મોરબીના લીલાપર રોડ પર આવેલ આજવીટો સિરામિક યુનિટ પર જીએસટી ટીમે રેડ કરી હતી અને ફેક્ટરીની ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જ્યાંથી જીએસટી ટીમે દસ્તાવેજી પૂરાવા હસ્તગત કર્યાનું પણ સુત્રો દ્વારા માહિતી મળી હતી. જીએસટી વિભાગની સતત કાર્યવાહીથી ઉદ્યોગકારોમાં ભય જોવા મળી રહ્યો છે

 

 

(8:17 PM IST)