News of Thursday, 17th April 2025
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જામનગર એલસીબી
મૂળ વડોદરા અને હાલ જામનગરનો સન્નિસિંગને દિગજામ મિલના ગેટ પાસેથી ઝડપી લેવાયો : સિક્કા પોલીસને સોંપાયો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ અશોકકુમાર (IPS) નાઓએ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય, જેથી જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓએ જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લાના ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયાનાઓને સુચના આપેલ હોય જેથી પો.ઇન્સ.ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, કાસમભાઇ બ્લોચ તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ હકિકત આધારે જામનગર જીલ્લાના સિકકા પોલીસ સ્ટેશન તથા દેવભૂમિદ્રારકા જીલ્લાના ખંભાળીયા પોલીસ સ્ટેશનના ગુનામા નાસતા ફરતા આરોપી સન્નીસીંગ સ/ઓ શેરસીંગ રણજીતસીંગ તીનપીતીયા રહે. ઢીચડારોડ, સેનાનગર, જામનગર મુળ-એકતાનગર, શીવાજીપાર્ક વડોદરા વાળાને દિજામમીલના ગેઇટ પાસેથી પો.હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજાએ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ થવા સિકકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આરોપીને પકડાવાના બાકી ગુનાઓઃ
૧) સિકકા પો.સ્ટે. ગુરન ૨૨૭/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૬(૨)(એફ),૩ ૭૬(૩), ૧૧૪,૩૮૬ વિગેરે
૨) ખંભાળીયા પો.સ્ટે. ગુરન ૯૬૮/૨૦૨૪ બીએનએસ કલમ ૩૦૫,૩૩૧(૪),૫૪ મુજબ
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, સુમિતભાઇ શીયાર, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
