<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

નેશનલ હેરલ્ડ કેસ કોંગ્રેસ માટે શરમજનક: કચ્છ ભાજપે રાહુલ ગાંધીનું પુતળું બાળી વિરોધ દર્શાવ્યો

કોંગ્રેસ દ્વારા ભાજપ વિરૂધ્ધ ખોટો પ્રચાર કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : તાજેતરમાં ED દ્વારા નેશનલ હેરલ્ડ કેસના ભ્રષ્ટાચારમા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય કોંગ્રેસના આગેવાનો વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવી જે અત્યંત શરમજનક બાબત ગણાય. આ વિષય અન્વયે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરૂધ્ધ ખોટો પ્રચાર કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા પ્રજાને ગુમરાહ કરવામાં આવી રહી છે તે અનુસંધાને આકરો વિરોધ પ્રદર્શિત કરવા માટે કચ્છ જીલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જીલ્લાના વિવિધ મંડળો ખાતે રાહુલ ગાંધીના પુતળા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આ અંતર્ગત ભુજ શહેર અને તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા સંયુક્ત રીતે ભુજ સ્થિત જુના ભાજપ કાર્યલય પાસે પણ પૂતળા દહન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શીતલભાઈ શાહ, પચાણભાઈ સંજોટ, મંત્રી વિંજુબેન રબારી, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, ભુજ શહેર ભાજપ મહામંત્રી રીતેનભાઈ ગોર, જીગરભાઈ શાહ, તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ બરાડીયા, જીલ્લા યુવા મોરચા મહામંત્રીઓ હિતેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા મીડિયા સહ ઇન્ચાર્જ અનવરભાઈ નોડે સહિત ભુજ શહેર અને તાલુકા ભાજપના હોદેદારો, જીલ્લા અને ભુજ શહેર, તાલુકા ભાજપ યુવા મોરચાના હોદેદારો, ભુજના નગરસેવકો, તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જીલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(9:29 AM IST)