News of Friday, 18th April 2025
ઉપલેટા પંથકમાં રેતી ભરેલ વાહન ઝડપાયા

ઉપલેટા, તા.૧૭ : વહેલી સવારે ૩ વાગ્યે બાતમી આધારે હાડફોડી-નાગલખડા રોડ ઉપર ટ્રેકટર નં.GJ-૧૧-M-૧૬૭૧ પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતું હોવાનું માલુમ પડતાં સદરહુ ટ્રેકટરને પકડવામાં આવેલ તેમજ ટ્રેકટરમાં રહેલ અંદાજિત ૩ મે. ટન સાદી રેતી જેની અંદાજિત કિંમત રૃપિયા ૧૫,૦૦૦/ તથા ટ્રેકટરની અંદાજીત કિંમત રૃપિયા ૩ લાખ મળી કુલ રૃપિયા ૩,૧૫,૦૦૦/ નો મુદ્દા માલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ તેમજ ઉ૫લેટા-પાટણવાવ રોડ ઉપર એક ટ્રક નં.GJ-૧૦-W-૫૨૯૪ રોયલ્ટી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતો હોવાનું માલુમ પડતાં સદરહુ ટ્રકને પકડવામાં આવેલ તેમજ ટ્રકમાં રહેલ અંદાજિત ૧૩ મે. ટન સાદી રેતી જેની અંદાજિત કિંમત રૃપિયા ૬૫,૦૦૦/ તથા ટ્રકની અંદાજીત કિંમત રૃપિયા ૮ લાખ મળી કુલ રૃપિયા ૮,૬૫,૦૦૦/ નો મુદ્દા માલ સીઝ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ. (રર.૯)
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
