<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ઉનામાં નિયમ ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી

ઊનાઃ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજા અને ઊના વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક એમ. એફ. ચૌધરી ની સૂચના થી ઊના ના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન રાણા ના માર્ગ દર્શન હેઠળ ટ્રાફિક વિભાગ ના એ.એસ.આઇ. ભાવેશ ભાઈ ખસિયા, ભરત ભાઈ વાજા, ટ્રાફિક બ્રિગેડ ની ટીમ અને અમરેલી એસ.ટી. વિભાગ ના અધિકારી પી.વી. માકડિયા, સુરક્ષા નિરીક્ષક એ.બી. ડાભી, મદદ નીશ સુરક્ષા નિરીક્ષક દવારા સી.ઓ. ચેકીંગ શરૃ કરેલ હતું જેમાં ગેર કાયદેસર ખાનગી વાહનો મા મુસાફરો વહન કરતા વાહન ચાલકો તેમજ ટ્રાફિક નિયમ ના ભંગ બદલ ૩૪ વાહન ચાલકો સામે એન.સી. કેસ કરી રૃપિયા ૧૧૨૦૦/ દંડ વસૂલ કરેલ તેમજ એમ.વી. એકટ.૨૦૭ મુજબ ૪ વાહનો ડીટેન કરી અસરકાર કામગીરી કરી હતી. તે સમયની તસવીર. (તસવીરઃ નવીન જોષી-ઉના) (૭.૧ર)

(11:31 AM IST)