<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ઉપલેટાના અપહૃત યુવાનને પોલીસે ગણત્રીના કલાકોમાં મુકત કરાવ્‍યો : ૩ શખ્‍સોની ધરપકડ

૧૭ હજારની માથાકુટમાં સમાધાન કરવા ભેગા થતા લલીત ઉર્ફે લાલો ધંધુકીયાનું ૬ શખ્‍સો બોલેરોમાં અપહરણ કરી ગયો'તા રૂરલ ક્રાઇમ બ્રાંચ, રૂરલ એસઓજી ઉપલેટા અને ધોરાજી પોલીસની ટીમોએ આરોપીઓનું પગેરૂ દબાવી દબોચી લીધો

રાજકોટ, તા. ૧૩ :  રૂા. ૧૭ હજારની માથાકુટમાં સમાધાન માટે ભેગા થયેલ ઉપલોટના યુવાનનું ૬ શખ્‍સો બોલેરોમાં અપહરણ કરી ગયા બાદ રૂરલ પોલીસે અપહૃત યુવાનને ગણત્રીના કલાકોમાં જ મુકત કરાવી ૩ શખ્‍સોને દબોચી લીધા હતા.

મળતી વિગતો મુજબ કિશનભાઇ અશોકભાઇ ગુજરાત રહે. ઉપલેટા તથા સંજયભાઇ દાનાભાઇ મકવાણા રહે. ઉપલેટાએ ઉપલેટા પો. સ્‍ટે. આવી જણાવેલ કે તેનો મીત્ર લલીત ઉર્ફે લાલો કિશોરભાઇ ધંધુકીયા હાલ રહે. ઉપલેટા વાળાને અમિત હરસુખભાઇ કલાડીયા રહે. ગણોદ વાળા સાથે રૂા. ૧૭,૦૦૦ બાબતે માથાકુટ ચાલતી હોય જેનું સમાધાન કરવા ઉપલેટા ભેગા થતા અમીત તથા તેમની સાથે આવેલા બીજા પાંચકે માણસો લાલાનું બોલેરો પીકઅપ વાહનમાં અપહરણ કરી લઇ ગયેલ હોય. તેવી વિગત જણાવતા સમાયનો વિલંબ કર્યા વગર તુરત જ ઉપલેટા પોલીસ સ્‍ટેશન ટીમ કાર્યવાહીમાં લાગી ગયેલ હતી અને સદરહું બનાવ અંગે ઉપલેટા પોલસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થતા રાજકોટ રેન્‍જનજા પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિકરસિંહ તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજ એ ઉરપરોકત અપહરણ થયેલ યુવાનને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અંગે રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. આઇ.સી પોલીસ ઇન્‍સ્‍પેકટર એફ.એ. પારધી તથા ઉપલેટા પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.આર. પટેલ તથા રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એચ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં અપહૃત યુવાનને મુકત કરાવી મુખ્‍ય સુત્રધાન અમિત હરસુખભાઇ કલાડીયા રહે. ગણોદ તા. ઉપલેટા દિલીપ રણછોડભાઇ વાઘેલા અને લખમણ ભીમાભાઇ, જુનાગઢને ઝડપી લઇ અપહરણમાં વપરાયેલ બોલેરો તથા મોબાઇલ ફોજ કબ્‍જે કર્યા હતા.

 આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. આઇ.સી. પો. ઇન્‍સ. એફ.એ. પારધી, ઉપલેટા પોલીસ સ્‍ટેશનના પો. ઇન્‍સ. બી.આર. પટેલ, રાજકોટ ગ્રામ્‍ય એલ.સીબી. પો. સબ ઇન્‍સ. એચ.સી. ગોહીલ, ધોરાજી તાલુકા પો. સબ ઇન્‍સ. એસ.વી. ભીમાણી, રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. ટીમ, રાજકોટ ગ્રામ્‍ય એસ.ઓ.જી. ટીમ, ઉપલેટા પોલીસ સ્‍ટશેન ટીમ, ધોરાજી તાલુકા પોલીસ સ્‍ટેશન ટીમ, જુનાગઢ નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ન પો. સબ. ઇન્‍સ. પી.એમ. મશરૂ, પી.સી. વિજયભાઇ છૈયા તથા ડબલ્‍યુપીસી શિલ્‍પાબેન કટારીયા દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

(11:48 AM IST)