News of Friday, 18th April 2025
જૂનાગઢમાં વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે આજે એન્ટિક કોઇન મ્યુઝીયમ સરદાર ગેટ ગેલેરીમા નિઃશૂલ્ક એન્ટ્રી

વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૮: વર્લ્ડ હેરિટેજ ડે ને વિશ્વ ધરોહર દિવસ પણ કહેવામાં આવે છે. વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે ૧૮ એપ્રીલે ઉજવવામાં આવે છે. ૧૮ એપ્રીલ, ૧૯૮૨ના રોજ, ટયુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે (ICOMOS) પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી. તેના એક વર્ષ બાદ, નવેમ્બર ૧૯૮૩માં, યુનેસ્કોએ મેમોરિયલ ડેને શ્નવર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
વિશ્વભરમાં એવી ઘણી બધી હેરિટેજ સાઇટ અથવા ધરોહર છે, જે સમયની સાથે જર્જરિત થઈ રહી છે. આ હેરિટેજ સ્થળોના સુવર્ણ ઇતિહાસ અને બાંધકામને જાળવવા માટે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. વાસ્તવમાં વર્ષો પહેલા બનાવેલા બાંધકામો સમયની સાથે જૂના થઈ જાય છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે, તેઓ તેમની બાંધેલી સ્થિતિમાં રહે અને તેમની જર્જરિત સ્થિતિને સુધારી અને વર્ષો સુધી એ જ સ્થિતિમાં જાળવી રાખવામાં આવે.
આથી વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરીને આ ઉદ્દેશ્યને જાળવી રાખવામાં આવે છે. આ દિવસ દરેક દેશ માટે ખાસ છે, જે તેની સંસ્કળતિ, ઐતિહાસિક વારસો, અનન્ય મકાન શૈલી, ઇમારતો અને સ્મારકોની સુંદરતા જાળવી રાખવા માગે છે અને આવનારી દરેક પેઢીને તેમના મહત્વ વિશે જણાવવા માગે છે.
આ દિશા માં અથાક પ્રયાસ કરતી સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા. લી. કંપની દ્વારા ભારત ના વિભિન્ન ૩૦૦ જેટલા માનુમેન્ટ્સ ના સંરક્ષણ નું કામ હાથે ધરાયુ છે. આમાં જૂનાગઢ ના ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, મજેવડી દરવાજા, સરદાર પટેલ દરવાજા, ગીર્લ્સ હાઇસ્કુલ અને નરસિંહ મેહતા વિદ્યા મંદિર નો સમાવેશ થાય છે. તેની સાથે સવાણી કંપની ઉપરકોટ કિલ્લા, મહાબત મકબરા, મજેવડી દરવાજા સ્થિત એન્ટિક કોઈન મ્યુઝીયમ અને સરદાર પટેલ દરવાજા ખાતે સરદાર ગેટ ગેલેરી નું સંચાલન પણ કરે છે. કંપની દ્વારા ૧૮/૪/૨૫ ના રોજ આ દિવસ ને ખાસ બનાવવા માટે અલગ અલગ ધરોહરો પર ખાસ આયોજન કરવામાં આવ્યા છે.
ઉપરકોટ - સંકલ્પ બોર્ડ - આવનારા પ્રવાસીયો ને પ્રોત્સાહિત કરવા માં આવશે કે તેવો આપણી ધરોહર ને બચાવવા નો સંકલ્પ લે અને પોતાનો સંદેશ સોશ્યિલ મીડિયા તથા બોર્ડ દ્વારા લોકો સુધી પહોંચાડે. આવા પ્રેરણાદાયક પ્રવાસીયો માટે કંપની દ્વારા લકી ડ્રો મારફતે ભેંટ આપવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે.
એન્ટિક કોઈન મ્યુઝીયમ - મજેવડી ગેટ - નિઃશુલ્ક એન્ટ્રી
સરદાર ગેટ ગેલેરી - સરદાર પટેલ દરવાજા - નિઃશુલ્ક એન્ટ્રી છે.(૩૮.૨૨)
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
