News of Friday, 18th April 2025
જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીનાં મોત નિપજ્યા
ભેંસાણમાં સેફ્ટી ટેંક સાફ કરતી વખતે દુર્ઘટના સર્જાઈઃઆ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી

જૂનાગઢ,તા.૧૮: જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા બનેવીના મોતથી રામપુર ગામમાં ભયનો માફોલ ફેલાયો હતો.
ભેંસાણમાં સેફ્ટી ટેંક સાફ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. ગત રાત્રે ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મકાન માલિકને પણ ઝેરી ગેસની અસર થઈ હતી. મકાન માલિકને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અંતિમવિધિ માટે મૃતદેહોને વતન મોકલાયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
આ પહેલા અરવલ્લી માં ધનસુરા નજીક એક કોલ્ડ સ્ટોરેજમાં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ (ગેસ ગળતર) થવાથી નાસભાગ મચી ગઈ હતી. જેમાં શ્રી રાધે, ફાયર બ્રિગેડ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સતત ગેસ લીકેજ ે કારણે નજીકના ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
