News of Monday, 21st April 2025
જામજોધપુરના બોચવડીનેશની સીમમાં દેશી દારૂના ૧.પર લાખના મુદામાલ સાથે ર ઝડપાયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૧: પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ જામનગરનાઓએ પ્રોહીબીશન લગત પ્રવૃતિ સદંતર નેસ્ત-નાબુદ થાય જેના અનુસંધાને પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા સુચનો કરેલ હતા. મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા લાલપુર વિભાગ, લાલપુરનાઓના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પો.સ્ટેના પો.ઇન્સ એ.એસ.રબારીનાઓની આગેવાની હેઠળ પો.સ્ટેના પોલીસ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી દેશી દારૂ નો ઉત્પાદન તથા વેપલો સદંતર બંધ થાય તે રીતનુ આયોજન કરી અલગ-અલગ જગ્યાએ દરોડા પાડવામા આવેલ હતો.
જે દરમિયાન એ-બીટ વિસ્તારમા બોચવડીનેશ ગામે આવેલ સ્મશાન પાસે નદીના કાંઠે બાવળની કાટમા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી શોધી કાઢી દેશી દારૂ લી.૧૦૦ કી.રૂ.૨૦,૦૦૦/- તથા કાચો આથો લી.૫૦૦ કી.રૂ.૧૨૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૪,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ તથા બી-બીટ વિસ્તારમાં ગાંધેશ્વર મંદીર પાછળના ભાગે આવેલ પાટી વાડી વિસ્તાર માથી દેશી દારૂનો જથ્થો લી.૨૫૦ કી.રૂ.૫૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ કી.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કી.રૂ.૧,૦૦,૦૦૦/- નો પકડી પાડી મુદામાલ કબ્જે કરેલ હોય, આમ ઉપરોકત કાર્યવાહી દરમિયાન જામજોધપુર પોલીસ સ્ટાફ દ્વારા કુલ મુદામાલ કી.રૂ.૧,૫૨,૨૫૦/-નો કબ્જે કરી તમામ આરોપીઓ વીરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
(૧)વિનુ માંડાભાઇ મોરી રહે. બોચવડીનેશ તા.જામજોધપુર જી.જામનગર (૨) ભગીરથસિંહ કીશોરસિંહ જેઠવા રહે.બેરીસ્ટર ચોક જામજોધપુર જી. જામનગર (૩) રાજદીપસિંહ કીશોરસિંહ જેઠવા રહે.બેરીસ્ટર ચોક, જામજોધપુર જી. જામનગર (૪) ભરતભા જેસાભાઇ રાડા રહે. સાજણાવાડા નેશ, તા. રાણાવાવ જી. પોરબંદરની સામે કાર્યવાહી કરી છે
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
