<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ‘બાપુ'ની એન્‍ટ્રીઃ કાલે કાર્યકરો સાથે સંવાદ બેઠક : રાજકીય ઉત્તેજના

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા. ર૧: વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ચૂંટણી પંચ જાહેરાત કરે તે પહેલા દરેક રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી હોય તેમ આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલીયાને જાહેર કરેલ છે અને કોંગ્રેસે પણ એકલાહાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવનાઓ વચ્‍ચે પ્રજા શક્‍તિ ડેમોક્રેટીક પાર્ટીના વડા અને સ્‍થાપક એવા શંકરસિંહજી વાઘેલા બાપુ વિસાવદર આવી રહ્યા છે.

તેઓ આવતીકાલ તા. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ સવારના ૯-૩૦ કલાકે સુંદરબા બાગ હોલ,વિસાવદર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે તેમ જાણવા મળી રહ્યુ છે

(12:22 PM IST)