News of Monday, 21st April 2025
જૂનાગઢનાં દરસાલ ગામ પાસે દારૂ ભરેલ આઇસર સાથે આરોપી ઝડપાયા
ચોખાના બાંચકાની આડમાં દારૂ બીયરની હેરાફેરીઃ શીલ પોલીસની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૧: રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સહેબ ની સુચના તેમજ જુનાગઢના ઇન. પોલીસ અધિક્ષક ભગીરથસિહ જાડેજા તથા માંગરોળ વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક, શ્રી ડી.વી.કોડીયાતર સાહેબના સુપરવિઝન હેઠળ પ્રવર્તમાન સમયમાં દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવળતિ કરતા ઇસમોને દબોચી લઇ ગે.કા. પ્રવળતિને સંપૂર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જેથી આ કામે શીલ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી એસ.એ.સોલંકી તથા શીલ પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી આવી ગે.કા પ્રવળતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા પો.હેડ કોન્સ. એમ.એમ.સિસોદીયા તથા એ.એસ.આઇ. જે.કે.ગરચર તથા માંગરોળ પો.સ્ટે.ના પો.કોન્સ કિશોરભાઇ ગરચર નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે દરસાલીથી ચર તરફ જતા રોડની ઉતર તરફે સરકારી ખરાબાના કાચા રસ્તા ઉપર એક ટ્રક (આઇસર) ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવાની પેરવી કરે છે. તેવી હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા એક આઇસર ટ્રક ઉભેલ હોય જેથી પો.સ્ટાફના માણસો આઇસર ટ્રક પાસે જઇ આઇસર ટ્રકને કોર્ડન કરી જોતા ત્યા બે ઇસમો હાજર હોય જે પોલીસને જોઇ ભાગવા જતા જેઓને શીલ પો.સ્ટે.ના પો.સ્ટાફે અલગ અલગ દિશાઓ તરફ દોડીને સદરહુ આરોપીઓને ફિલ્મી ઢબે કોર્ડન કરી પકડી પાડી આઇસર ટ્રક ચેક કરેલ, આઇસર ટ્રકની અંદર ચેક કરતા જેમાં બાસમતી ચોખાના બાચકાં જોવામાં આવેલ જે બાચકાઓને ઉચકીને ચેક કરતા તે બાચકાઓની આડમાં ઇગ્લીશ દારૂની પેટીઓ રાખેલ હોય જે તમામ દારૂની પેટીઓ ચેક કરેલ જેમાં અલગ અલગ નાની મોટી દારૂની બોટલો ગણી જોતા નીચે જણાવેલ મુદામાલ સાથે નીચે જણાવેલ આરોપી નં. ૧ તથા આરોપી નં-ર નાઓ ત્યા હાજર મળી આવેલ તેમજ નામ ખુલેલ આરોપી નં. ૩ તથા ૪ નાઓ સદરહુ ગુન્હામાં સામેલ હોય તેમજ તપાસમા ખુલે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ અત્રેના શીલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની કલમ-૬૫-એ.૬૫-ઇ,૧૧૬(બી) ,૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પોલીસે રીઝવાન ઉમરભાઈ લાખા જાતે- ગામેતી મુસ્લીમ ઉ.વ. ૨૫ ધંધો ડ્રાઇવિંગ મુળ રહે-શેરીયાખાણ ઠે.ધળણખાણ વિસ્તાર હાલ રહે.જામવાડી ગામ નવા પ્લોટ વિસ્તાર તા.માળીયા હાટીના જી.જુનાગઢ ઇરફાનશા રફીકશા સર્વદી જાતે-ફકીર મુસ્લીમ ઉ.વ.૨૦ ધંધો-ડ્રાઇવિંગ રહે.જામવાડી ગામ નવા પ્લોટ વિસ્તાર તા.માળીયા હાટીના જી.જુનાગઢની ધરપકડ કરી છે અને રાજસ્થાનના ફતેહપુર નો એક તથા મેહુલ રબારી રહે. દરસાલી ગામ તા. માંગરોળની શોધખોઇ હાથ ધરી છે
(૧) ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ અલગ-અલગ કંપનીની શીલબંધ નાની મોટી
કાચની બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૧,૯૪,૮૫૬/-
(૨) બીયર ટીન નંગ-૧૧૨ કિ.રૂ.૧૧,૨૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-
(૪) રોકડા રૂ.૩,૦૦૦/-
(૫) ચોખા બાચકા નંગ-૨૩૫ કિ.રૂ. ૩,૮૭,૭૫૦/-
(૬) આઇસર ટ્રક રજી.નંબર- GJ-૧૧-V V-૭૬૩૬ જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- નો મળી કુલ કિ.રૂ.૨૧,૧૬,૮૦૬/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
આ કામગીરીમા શીલ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એસ.એ.સોલંકી સાહેબ તથા એ.એસ.આઇ. ડી.એ.ડોડિયા તથા એ.એસ.આઇ. જે.કે.ગરચર તથા પો.હેડ કોન્સ. એમ.એમ.સિસોદીયા તથા પો.કોન્સ દિનેશભાઇ ભેડા તથા પો.કોન્સ ધનશ્યામસિંહ જુજીયા તથા પો.કોન્સ.ભાવેશભાઇ છેલાણા તથા પો.કોન્સ.અરવિંદભાઇ ગોહેલ તથા ડ્રા.પો.કોન્સ વિજયભાઇ બંધીયા તથા માંગરોળ પો.સ્ટે.ના પો.કોન્સ કિશોરભાઇ ગરચર નાઓ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
