News of Monday, 21st April 2025
કાલે કાના વડાળા સતી આઇ ધામમાં સમસ્ત ભરાડ પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ
લંડનના કિરણબેન ભરાડ સહિતનાની ઉપસ્થિતિ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૧: જામકંડોરણા તાલુકાના કાના વડાળા ગામ ખાતે આવતીકાલે મંગળવારના રોજ સમસ્ત ભરાડ પરિવાર દ્વારામાં સતિ આઇ તથા સુરાપુરા દાદાના નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે.
જેમાં સતિ આઇના પરમ ઉપાસક સેવાભાવી દાતા એવા લંડન નિવાસી શ્રીમતી કિરણબેન સુભાષભાઇ દવે (ભરાડ) ખાસ ઉપસ્થિત રહ્યા છે. સાત વર્ષ બાદ તેઓ વતન માતાજીના આ નવચંડી યજ્ઞમાં પધારતા ભરાડ પરિવારમાં ખુશી છવાઇ છે.
કાલે સવારે ૯ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે ૧ર-૩૦ કલાકે બીડુ હોમાશે અને ત્યારબાદ ભોજન પ્રસાદ આ યજ્ઞના આચાર્ય તરીકે પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપા પાત્ર શિષ્ટ શાષાી હિતેષભાઇ ભરાડ વિધી કરાવશે. આ પ્રસંગે ભરાડ પરિવારના સર્વે ગોઠીભાઇઓ દિકરીઓ તથા રાજગોર સમાજને પણ ઉપસ્થિત રહેવા ભરાડ પરિવાર વતી જગદીશભાઇ ભરાડે નિમંયણ પાઠવ્યું છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
