તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 22nd April 2025
અદાણી પોર્ટ મુન્દ્રાના સ્પે. ઇકોનોમિક ઝોનના સુપ્રિ.ને પાંચ વર્ષની સજા ફટકારતી સીબીઆઈ કોર્ટ
ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર સંપત્તિ બદલ કડક કાર્યવાહી : ૨૦૧૫ માં પંકજ રાવલ અને તેમના પત્ની વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ બદલ ભ્રષ્ટાચાર ધારા હેઠળ ગુનો નોંધાયો હતો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : કેન્દ્ર સરકારના ઉચ્ચ વિભાગોમાં મોટા પગારો મેળવ્યા બાદ પણ ભ્રષ્ટાચાર થકી દેશને આર્થિક નુકસાન પહોંચાડનારા અધિકારીઓ સામે અમદાવાદ સીબીઆઈ કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. કચ્છના મુન્દ્રા મધ્યે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પે. ઇકોનોમિક ઝોનમાં સુપ્રિ. તરીકેની ફરજ દરમ્યાન ૨૦૧૫ માં પંકજ રાવલ અને તેમના પત્ની વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ બદલ ભ્રષ્ટાચાર ધારા હેઠળ ગુનો નોંધાયો હતો. સુપ્રિટેન્ડેન્ટ તરીકે ૨૦૦૯ થી ૨૦૧૫ પંકજ રાવલ અને તેમના પત્ની એ ૪૫ લાખ ૩૭ હજાર થી વધુની જ્વેલરી ખરીદી હતી. આવક કરતા ૧૫૩ ટકા વધુ અપ્રમાણસર સંપત્તિનો આ કેસ ચાલુ હતો એ દરમ્યાન પત્નીનું મોત થયું હતું. કોર્ટે ટ્રાયલ દરમ્યાન ૩૫ સાક્ષીઓ અને ૧૦૧ દસ્તાવેજો ધ્યાને લઈ સુપ્રિ. પંકજ જે. રાવલને દોષિત ઠેરવી ૫ વર્ષની જેલની સજા ફટકારી હતી.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
