<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

ઊના શહેરમાં પોલીસ દ્વારા ઓપન હાઉસ અને જાગૃતતા સેમિનાર યોજાયો

(નવીન જોશી દ્વારા) ઊના તા.રરઃ આજે ઊના શહેર મા નગર પાલિકા સંચાલિત ટાઉન હોલ મા ઊના, ગીર ગઢડા, નવાબંદર મરીન પોલીસ સ્‍ટેશનના સયુંકત ઉપ્‌ક્રમે ગીર સોમનાથ જિલ્લા ના પોલીસ અધિક્ષક શ્રી, મનોહરસિંહ જાડેજાના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઓપન હાઉસ અને જાગળત તા સેમિનાર યોજાયો હતો.

આ સેમિનાર મા ઊના શહેર, અને તાલુકો,ગીર ગઢડા તાલુકા અને નવાબંદર વિસ્‍તારના નગરજનો, વેપારીઓ, આગેવાનો બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા આ ઓપન હાઉસ મા વ્‍યાજંકવાદ ના  વિષ ચક્ર ના ચુંગાલમા ફસાયેલ લોકો ને રજૂઆત સાંભળી હતી.

તેમજ વિવિધ બેન્‍ક ના અધિકારીઓ એ બેન્‍ક માથી સરળતાથી ઓછા વ્‍યાજ દરે લોન કેવી રીતે મેળવવી તેનું માર્ગ દર્શન આપેલ હતું.

જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિહ જાડેજા એ આર.ટી.આઇ. નો દૂર ઉપિયોગ કરી તોડ બાજ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સાયબર ક્રાઇમ ની અવર નેશ જાગળત તા વિગેરેની માહિતી પોલીસ અધિકારીઓ એ આપી હતી.

(12:13 PM IST)