<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અમરેલીનો ઠગાઇનો ૬ માસથી ફરાર આરોપી ઝડપાઇ ગયો

 

અમરેલી, તા., ૨૨ : આશરે છએક મહીના પહેલા પોતે આ કામના સહ આરોપી રેખાબેન સાથે મળીને રાકેશભાઇ કાળુભાઇ ચૌહાણ રહે. નાના માચીયાળા  વાળા સાથે ખોટા ફુલહાર લગ્ન કરાવીને ફરીયાદી પાસેથી રૂ.૧,૭૦,૦૦૦/- પડાવી લઇ જઇ આરોપી ફરીયાદીના ઘરે ઢગ તેડવા આવી સહઆરોપી (રેખાબેન)ને તેડી જઇ પાછી નહી આવી તમામ આરોપીઓએ ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે અમરેલી તાલુકા પો.સ્‍ટે. ગુ.ર.નં. ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૪૫૩/ ૨૦૨૪ ગ્‍ફલ્‍ ૬.૩૧૬(૨), ૩૧૮(૪), ૫૪ મુજબ ગુન્‍હો દાખલ થયેલ જે કામે આરોપી નાસતો ફરતો હોય જે અંગે નામદાર બીજા એડી.જ્‍યુડી.મેજી સા. કોર્ટ અમરેલી દ્વારા BNSS ક.૭૨ મુજબનું પકડ વોરંટ ઇશ્‍યુ કરવામાં આવેલ છે.

દરમિયાન  પેરોલ ટીમ અમદાવાદ ખાતે જઇ નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી હસ્‍તગત કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ અમરેલી તાલુકા પો.સ્‍ટે.ને  જયેશ ઉર્ફે કેતન ઉર્ફે રાજુ રમેશભાઇ ગોર ઉવ-૪૭ વર્ષ ધંધો.કર્મકાંડ રહે.પીપળાતા જીવામહેતા ફળિયું તા.નડિયાદ જિ.ખેડા હાલ રહે.માનસી ટેનામેન્‍ટ વિવેકાનંદનગર, હાથીજણ, અમદાવાદ

આ કામગીરી સંજય ખરાત,  પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચના અન્‍વયે તથા વી.એમ.કોલાદરા, પો.ઇન્‍સ.સા. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી. સાપરા,  પો.સબ ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી. અના.એ.એસ.આઇ. કે.જે.બેરા, હેડ કોન્‍સ. પી.બી. સોંધરવા, રાહુલભાઈ ઢાપા એ રીતેના જોડાયેલ હતા

(1:28 PM IST)