News of Wednesday, 23rd April 2025
નલીયા માંડવી ગામે ખુન કરી મૃતદેહની દફનવિધિ કરેલ બનાવમાં આરોપીને પકડી પાડતી નવાબંદર મરીન પોલીસ

ગીર સોમનાથ, તા.૨૩: ગઇ તા. ૨૧/૦૪/૨૦૨૫ના રોજ નવાબંદર મરીન પો.સ્ટે.ના નલીયા માંડવી ગામે કબ્રસ્તાનમા બપોરના ગામના જ હનીફ જમાલ શેખના મળતદેહની દફનવિધિ કરવામાં આવેલ અને તેની મૈયતની વિધિ ગામમાં ચાલુ હતી તે દરમ્યાન મળત જાહેર થયેલ હનીફનો નાનો ભાઇ ઇબ્રાહીમ જમાલભાઇ શેખ તથા તેના કાકા રહેમાનભાઇ તથા હનીફ ગનીભાઇ સુમરા નવાબંદર મરીન પો.સ્ટે. આવેલ અને ઇબ્રાહીમભાઇએ જણાવેલ કે, તેનો મોટોભાઇ હનીફ કારણ વગર ઘરમાં ગાળો આપી કજીયો કંકાસ કરતો હોય ગઇ તા.૨૦/૦૪/૨૦૨૫ ના સાંજના તેમના ઘરના સભ્યો હાજર હતા તે દરમ્યાન આ હનીફ જુના ઘરે આવેલ અને ગાળો આપવા લાગેલ જેથી તેને સમજાવી જુના ઘરે સુવડાવી દીધેલ અને કુટુંબના બીજા સભ્યો પોતાના નવા મકાને સુવા જતા રહેલ બાદમા તા.૨૧/૦૪/૨૦૨૫ ના સવારના જુના ઘરે મકાનની બહાર તેનો ભાઇ જાવીદ ઉભો હોય અને મકાનની અંદર હનીફ પડેલ હોય જાવીદને પુછતા કહેલ કે, હનીફ કુહાડી લઇને માથાકુટ કરવા સવારમાં આવેલ અને તેની સાથે ઝપાઝપી થયેલ તે દરમ્યાન હનીફ પડી જતા તેના હાથમા કુહાડી હોય જે ગરદનના ભાગે વાગી જતા સગા સબંધીઓ દ્વારા દવાખાને લઇ જતા હતા. તે દરમ્યાન દેલવાડા ચોકડીએ પહોચતા હનીફ મરણ ગયેલ જેથી ત્યાંથી ઘરે આવીને સગા સબંધી તથા ગામના લોકોને હનીફભાઇની દફનવિધિ કબ્રસ્તાનમા કરેલ.
બાદમા તેના ભાઈ જાવીદે વાત કરેલ કે, નવા મકાનેથી સવારે તે ઘરે આવેલ ત્યારે હનીફ કુહાડી સાથે આવી બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ તે દરમ્યાન હનીફ તેને કુહાડીથી મારવા જતા તેના હાથમાંથી કુહાડી જટી લઇ તેણે હનીફના માથાના પાછળના ભાગે મારી દેતા હનીફ નીચે પડી ગયેલ પોતે ગભરાય ગયેલ હોવાથી સવારમાં ખોટી વાત કરેલ તે મુજબ નવાબંદર મરીન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૩૨૫૦૩૭૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ - ૧૦૩(૧), તથા જી.પી.એકટ - ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ.
આ કામે પોલીસને મળેલ બાતમીના આધારે સદરહુ બનાવ સવારનો હોય અને મરણજનારની દફનવિધિ બપોરના થયેલ હોય પોલીસ દ્વારા મરણજનારના મળતદેહને કબરમાંથી બહાર કઢાવી ફોરેન્સીક પી.એમ. કરાવી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન.જાડેજા એ આ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી ઉના વિભાગના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી. તથા નવાબંદર મરીન પો.સ્ટે. ની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માટે હયુમન રીસોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસથી માહિતી એકત્ર કરતા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ. પાંચાભાઈ પુંજાભાઇ તથા પો.કોન્સ. સંદીપભાઇ વલ્લભભાઇ તથા ટાઉન બીટના એ.એસ.આઇ અશ્વિનભાઈ નોંધણભાઇને મળેલ હકીકત આધારે નલીયા માંડવી ગામની સીમમાંથી (૧) જાવીદભાઇ જમાલભાઇ શેખ ઉ.વ.૩૪ ધંધો રીક્ષા ડ્રાઇવીંગને પકડી પાડયોહતો.
આ કામગીરી એ.બી. જાડેજા ઇ/ચા પોલીસ ઇન્સ. એલ.સી.બી.શાખા તથા એલ.સી.બી.ટીમ. એન.એ.વાધેલા ઇ/યા પોલીસ ઇન્સ. એસ.ઓ.જી.શાખા. વી.કે.ઝાલા ઇ/ચા પોલીસ ઇન્સ. નવાબંદર એ કરી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
