<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પોરબંદરનો માથાભારે શખ્‍સ ‘‘પાસા''માં ધકેલાયો : સુરત જેલ હવાલે

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૩: ઓડદર વિસ્‍તારના માથાભારે બાવન રામાભાઇને પોલીસે ‘‘પાસા'' ના વોરન્‍ટ આધારે પકડીને સુરત જેલ હવાલે મોકલી  આપેલ છે.

અનેક ગુન્‍હાઓમાં સંડોવાયેલ આરોપી બાવન રાણાભાઇ છેલાણ, ઉ.વ. ૨૪, રહે ઓડદર વાળા વિરૂધ્‍ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ જે.જે.ચોૈધરી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેકટર હાર્બર મરીન પો.સ્‍ટ. પોરબંદરનાઓએ પાસા દરખાસ્‍ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેનજીસ્‍ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્‍ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરતા એલસીબી  ઇન્‍ચાર્જ પીઆઇ  આર.કે. કાંબરીયાએ સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી સુરત જેલ ખાતે મોકલી આપેલ છે.

આ માથાભારે શખ્‍સને ‘‘પાસા'' માં ધકેલવાની કામગીરી  એલસીબી ઇ/ચા પો. ઇન્‍સ. આર.કે.કાંબરીયા તથા હાર્બર મરીન પો. સ્‍ટે.ના ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ.શ્રી જે.જે. ચોૈધરી તથા રૂપલબેન લખધીર તથા હેડ કોન્‍સ. વિપુલભાઇ ઝાલા, ગોવિંદભાઇ મકવાણા તથા પીસી અજયભાઇ ચોૈહાણ, વિરેન્‍દ્રસિહ પરમાર તથા હાર્બર મરીન પો. સ્‍ટે. ના એઆઇએસ ભરતભાઇ વાઘેલા, કૈલાશભાઇ લોઢારી તથા હેડ કોન્‍સ કંચનબેન વાઘેલાઓ રોકાયેલ હતા.

(11:05 AM IST)