<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પૂર્વ આરોગ્‍ય મંત્રી હેમાબેન આચાર્યની તબીયત નાદુરસ્‍તઃ જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્‍પિટલમાં સારવારમાં

ફેંફસામાં ઇન્‍ફેકશનઃ જો કે તબિયતમાં સુધારોઃ ડો. શૈલેષ જાદવઃ શંકરસિંહ વાઘેલાએ ખબર અંતર પૂછયા

ઉપરોકત તસ્‍વીરમાં સારવાર લઇ રહેલ હેમાબેન આચાર્ય સાથે ડો. શૈલેષ જાદવ તેમજ ખબર અંતર પુછતા શંકરસિંહ વાઘેલા નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા જાુનાગઢ) (પ-૮)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૩ :.. જુનાગઢના ૯૪ વર્ષીય પૂર્વ આરોગ્‍ય મંત્રી શ્રીમતી હેમાબેન સૂર્યકાન્‍ત આચાર્યની તબીયત લથડતાં તેઓને ડો. ડી. પી. ચિખલીયાના ત્રિમૂર્તિ હોસ્‍પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

છેલ્લા પાંચ દિવસથી તેઓ સારવાર લઇ રહ્યા તેઓને સારવાર આપતા ડો. શૈલેષ જાદવએ ફેફસામાં તેઓને ઇન્‍ફેકશન લાગતા તેઓને શ્વાસ લેવામાં મુશ્‍કેલી પડતી હતી. જેથી તેમને ઓકસીઝન ઉપર હાલ રાખવામાં આવેલ છે.

તેઓ છેલ્લા બે માસથી જમવાનું ખોરાક- પણ લેતા નહોતા હાલ તેઓની સ્‍થિતિ સારવાર દરમ્‍યાન સતત સુધારા  પર છે અને ટૂંક સમયમાં ઓકિસઝન પણ આપવાનું બંધ કરવામાં આવશે.

દરમ્‍યાન જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવેલ પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા એ ત્રિમુર્તિ હોસ્‍પીટલ જઇ હેમાબેનના રૂબરૂ ખબર અંતર પુછયા અને જલ્‍દી સાજા થઇ જાવ તેવી શુભકામના પાઠવી હતી.

 

(11:10 AM IST)