News of Wednesday, 23rd April 2025
જામનગર નજીક ઢીંચડામાં ઉર્ષ મુબારક ના કાર્યક્રમની સાથે ઘોડા રેસ તેમજ ઊંટગાડી ની રેસ યોજાઇ
જુદી જુદી ત્રણ પ્રકારની ઘોડા રેસમાં કુલ ૪૭ ઘોડા જોડાયા હતા. તેમાં સૌથી મોટા ઘોડા ની રેસમાં પપ્પુ કાસમ ખફી નો પિસ્તોલ નામક ઘોડો પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ : તાલુકાના ઢીંચડામાં યા શાહ મુરાદશાહ પીર બુખારી વલી ની દરગાહ શરીફમાં ગઈકાલે ઉર્ષ મુબારક કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૨.૩૦ વાગ્યે ઘોડા રેસ તેમજ ઉંટ ગાડી ની રેસ યોજાઇ હતી.
જુદી જુદી ત્રણ પ્રકારની ઘોડા રેસમાં કુલ ૪૭ ઘોડા જોડાયા હતા. તેમાં સૌથી મોટા ઘોડા ની રેસમાં પપ્પુ કાસમ ખફી નો પિસ્તોલ નામક ઘોડો પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યો હતો, જ્યારે હાજી ભા આયુબનો રાઇફલ નામનો ઘોડો બીજા સ્થાને પહોંચ્યો હતો. જે બંનેનો પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બીજા રાઉન્ડમાં નાના ઘોડામાં જાફરભાઈ કોટાઈ નો રોકેટ નામક ઘોડો પ્રથમ સ્થાને, જ્યારે ઇકબાલભાઈ મસિતિયા વાળા નો રોઝો નામનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. ઉપરાંત ત્રીજા નાના વછેરા ઘોડાની રેસમાં ઈકબાલભાઈ મસીતીયા વાળા નો ૨૨૨ નંબરનો ઘોડો પ્રથમ સ્થાને, પપ્પુભાઈ અખાણી નો ૪૭ નંબરનો ઘોડો બીજા સ્થાને રહ્યો હતો. જે તમામ વિજેતાઓને પણ પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે આરબી ઘોડા ની રેસમાં એકમાત્ર હનીફભાઈ બેડીવાળા ની અરબી ઘોડી પ્રથમ સ્થાને રહી હતી, અને તેમનું પણ પાઘડી પહેરાવીને સન્માન થયું હતું.
આ ઉપરાંત ઊંટ ગાડીની રેસમાં ચાર ઊંટગાડી જોડાઈ હતીઝ જેમાં અબ્દુલભાઈ ઉંમર ભાઈ ની ઊંટગાડી પ્રથમ સ્થાને, જ્યારે કરીમભાઈ બેડેશ્વર વાળા ની ઊંટગાડી બીજા સ્થાને રહી હતી. જે બંનેને પણ પાઘડી પહેરાવી બહુમાન કરાયું હતું. ત્યારબાદ રાત્રિના કવ્વાલી નો કાર્યક્રમ યોજાયો હતો. તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
