<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

કચ્‍છમાં પ ની તિવ્રતાનો ભૂકંપ : મોરબીમાં પણ ધરા ધ્રુજી

ભુજ, અંજાર, ભચાઉ, માંડવી, મોરબી પંથકમાં પણ આંચકાનો અનુભવ થતા લોકો ઘરની બહાર દોડી ગયાઃ કેન્‍દ્ર બિન્‍દુ ભચાઉના વામકા અને અંજારના દુધઇ વચ્‍ચે

કચ્‍છમાં મોડી રાત્રે ભુકંપના આંચકા અનુભવાયા છે. જેમાં ચંપકનગર અંજાર ખાતે નોંધાયેલ લાઇવ ભુકંપના દ્રશ્‍ય. કચ્‍છમાં ભુજ સહિત અનેક વિસ્‍તારોમાં પ ની તીવ્રતાનો આંચકો આવ્‍યો છે. (તસ્‍વીરઃ અકિલાના શ્રોતા ચિરાગ કટારીયા-ટંકારા)  (૪.૧૭)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, મોરબી, તા., ૧૩ : કચ્‍છ અને મોરબીમાં કાલે રાત્રીના પ ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : દેશ વિદેશમાં ધ્રુજતી ધરા વચ્‍ચે ફરી એકવાર ભૂકંપના આંચકાએ સિસ્‍મિક ઝોન કચ્‍છની ધરાને ધ્રુજાવી છે. ગઈ કાલે રાત્રે ૧૧.૨૬ વાગ્‍યે ૫ મેગ્નિટયુડના આંચકાએ કચ્‍છમાં ફરી એકવાર લોકોને ધ્રુજાવી દીધા છે. આંચકાની તીવ્રતા વધુ હોઈ રાત્રે લોકોમાં ગભરાટનો માહોલ વ્‍યાપી ગયો હતો. ગાંધીનગર સિસ્‍મોલોજી કચેરીની સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ રાત્રે ૧૧.૨૬ વાગ્‍યે નોંધાયેલા આંચકાનું કેન્‍દ્ર બિંદુ ભચાઉ અને અંજાર વચ્‍ચે વામકા ગામ અને દૂધઈ નજીક નોંધાયુ હતું. જોકે, કેન્‍દ્ર સરકારની નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજી  દ્વારા આંચકાની તીવ્રતા ૪.૩ ની જણાવાઈ હોઈ કેન્‍દ્ર અને રાજ્‍ય બે પૈકી કઈ એજન્‍સીના આંકડા સાચા એ અંગે લોકોએ દુવિધા અનુભવી હતી. જોકે, લોકોએ જોરદાર આંચકાનો અનુભવ કર્યો હતો. કચ્‍છના મુખ્‍ય શહેરો ભુજ, માંડવી, અંજાર, ભચાઉમાં જોરદાર આંચકાને કારણે લોકો ઘર બહાર દોડી આવ્‍યા હતા. તો, ગ્રામ્‍ય પંથકમાં પણ આંચકાએ લોકોમાં ગભરાટ સર્જ્‍યો હતો. એકંદરે આંચકાની અસર સમગ્ર જિલ્લામાં અનુભવાઈ હતી. કચ્‍છમાં સતત અનુભવતા હળવા કંપનો વચ્‍ચે વધુ ધ્રુજારી ધરાવતા કંપન થકી ફરી ગોઝારા ભૂકંપનો ભય અને ચિંતા સૌને સતાવે છે. જોકે, ગઈકાલે આંચકા બાદ કયાંય કોઈ જગ્‍યાએથી નુકસાનીના સમાચાર નથી.

 મોરબી

મોરબીઃ  મોરબીમાં કાલે રાત્રીના સમયે ભુકંપ આંચકાની અનુભુતી થાય છે. આંચકાનું કેન્‍દ્ર બીંદુના દ્વિચના નજીકના વિસ્‍તાર અને તેની તીવ્રતા ૪.૭ નોંધાઇ છે.

આજે રાત્રીના ૧૧.ર૬ કલાકે ભુકંપનો આંચકો અનુભવ્‍યો છે. ઘણા ઘરોમાં અંદર ધણધણાટી અનુભવાય હતી. તો ઘણા ઘરોમાં વાસણો ખખડી ઉઠયા હતા. ઘણા ઘરોમાં આંચકાની અનુભુતી થાય છે. આ વિભાગ રાજયના સિસ્‍મોલોજી સાથે સંપર્ક કરતા જણાવ્‍યું કે આ ભુકંપનું કેન્‍દ્રબિંદુ દુધઇ (કચ્‍છ)થી ૧૭ કી.મી. નોર્થ-નોર્થ ઇસ્‍ટ તરફ છે. ભુકંપની કદતા ૪.૭ ની છે. (૪.૧૮)

(11:27 AM IST)