News of Wednesday, 23rd April 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ગરમીનું આક્રમણ : તાપમાન ૪૧ ડિગ્રીને પાર
ગરમીનો નવો રાઉન્ડ શરૂ : રાત્રીના અને સવારે પણ અસહ્ય ઉકળાટ

રાજકોટ, તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ગરમીનું આક્રમણ શરૂ થયું છે અને મહતમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.
રાત્રીના અને સવારે પણ અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થતાં અને મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થતાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે.
સોમવારની રાત્રિના જૂનાગઢમાં તાપમાન ૨૫.૮ ડિગ્રીએ ગઈકાલે રાત્રે તાપમાન વધીને ૨૮.૪ ડિગ્રી થઈ ગયું હતું. જેના પગલે આજે સવારે લઘુતમ તાપમાન ૫ ડિગ્રી વધીને ૨૬.૧ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે ઘટાડા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૩ ટકા થઈ જતા ગરમીનું આક્રમણ વધ્યું હતું
સવારથી ગરમી વધવાની સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ પણ વધીને ૫.૨ કિલોમીટરની થઈ ગઈ હતી. ગઈકાલે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારથી પણ આકાશમાંથી અગ્નિ વર્ષા શરૂ થઈ ગઈ હોય આજે પણ બપોરના મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી આસપાસ રહેવાની શકયતા જોવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી, મહતમ તાપમાન ૩૯.૮ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૭૪ ટકા, પવનની ગતિ ૬.૮ કિ.મી. રહી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનું જોર વધ્યું છે.
મંગળવારે ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન વધીને ૪૦.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે
લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ ૧૮ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.(૯.૧૮)
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
