<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

વાંકાનેર શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્‍ણલાલજીની હવેલીમાં શ્રી

મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૮ મો પ્રાગ્‍ટય ઉત્‍સવ ધામધુમથી ઉજવાશે ધ્‍વજબંધ મનોરથ (મહાપ્રસાદ), વધાઇ કિર્તન, પ્રભાતફેરી, ધ્‍વજવંદન, સર્વોતમના પાઠ સહિત અનેકવિધ કાર્યક્રમોની વણઝાર

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૨૩: વાંકાનેરમાં દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્‍ધ શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્‍ણલાલજીની હવેલી ખાતે ચૈત્રવદ અગ્‍યારસને ગુરૂવાર તા.૨૪-૨-૨૫ના શભુ દિવસે શ્રિ મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીના (૫૪૮) મો પ્રાગટય ઉત્‍સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે.

શ્રી મહાપ્રભુજીના પ્રાગ્‍ટય ઉત્‍સવના પૂર્વ સંધ્‍યા બુધવારે તા.૨૩-૪-૨૫ના રાત્રે ૯/૩૦ કલાકે મહાવીરજીન ખાતે શ્રી પુષ્‍ટિ કિર્તન (સંગીતમય)નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

ત્‍યારબાદ શ્રી મહાપ્રભુજીના તા.૨૪-૪-૨૫ના રોજ પ્રાગટય દિવસે સવારે ૬ કલાકે હવેલી ખાતેથી પ્રભાતફેરીનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જે શહેરના રાજમાર્ગો પર ફરી નિજહવેલી ખાતે પહોંચશે જેમાં બહોળી સંખ્‍યામાં વૈષ્‍ણવ સમાજ ઉત્‍સાહભેર ભાગ લેશે.

પ્રભાતફેરી પૂર્ણ થયા બાદ સવારે ૭/૧૫ કલાકે હવેલી ખાતે ધ્‍વજવંદન થયા બાદ શ્રીજીના મંગલાદર્શન ૭/૪૫ કલાકે સમસ્‍ત વૈષ્‍ણવ પરિવારો માટે ખુલ્લા મુકાશે. ત્‍યારબાદ પલના તથા તિલદર્શનનો સમગ્ર વૈષ્‍ણવ સમાજ લાભ લેશે.

ત્‍યારબાદ સાંજે ૪ થી ૬ સર્વોતમના પાઠનું હવેલી ખાતે સુંદર આયોજન કરવામાં આવેલ છે. તો તેમાં દરેક વૈષ્‍ણવ પરિવારોએ ઉપરોકત અલોૈકીક કાર્યક્રમમાં લાભ લેવા પ્રમુખશ્રી ગુલાબરાય જી. સુબા, મંત્રીશ્રી મુકેશભાઇ મહેતા તથા મુખ્‍યાજીશ્રી પ્રેમજીભાઇ જોષી દ્વારા સમસ્‍ત વૈષ્‍ણવ પરિવારોને આમંત્રણ સાથે યાદી આપતા જણાવ્‍યું છે.

ત્‍યારબાદ વાંકાનેર શહેર તથા તાલુકાભરના વૈષ્‍ણવ પરિવારો માટે હાલ વૃંદાવનધામ (મહાવીર જીન) ખાતે ચાલી રહેલ. શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ સ્‍થળે ધ્‍વજબંધ મનોરથ (મહાપ્રસાદ) સાંજે ૭/૩૦ કલાકથી યોજાશે.

જે આજના શુભદિને યોજાયેલ આ અલોૈકીક ધ્‍વજબંધ મનોરથ (મહાપ્રસાદ)ના મુખ્‍ય યજમાન પદે ગોૈ.વા. જાદવજીભાઇ પોપટભાઇ પુજારા તથા ગો.વા કાંતાબેન જાદવજીભાઇ પુજારા પરિવાર વાંકાનેર દ્વારા દિવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

તો ઉપરોકત શ્રી મહાપ્રભુજી શ્રી મદ વલ્લભાચાર્યજીના ૫૪૮મા પ્રાગટય ઉત્‍સવ પ્રસંગે યોજેલ ધ્‍વજબંધ મનોરથ (મહાપ્રસાદ) માં તમામ વૈષ્‍ણવ જનોને સહપરિવાર સાથે લાભ લેવા પુજારા પરિવાર દ્વારા સ્‍નેહભર્યું આમંત્રણ સાથે યાદી આપતા જણાવેલ છે

(11:54 AM IST)