News of Wednesday, 23rd April 2025
હજુ આગામી ત્રણ દિવસ હિટવેવ-આકરી ગરમીના
નવુ ડબલ્યુડી આવતી કાલે દસ્તક દેશેઃ પવનની દિશાઓ પછી બદલશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ર૩: ભારતીય હવામાન વિભાગે ગુજરાતને યલો એલર્ટ પર રાખ્યુ છે. રપ તારીખ પછી એલર્ટ હટાવાયેલ છે. આઇ.એમ.ડી. ની આગાહી અનુસાર ગુજરાતમાં હિટવેવ અંતર્ગત આગામી ત્રણ દિવસ સુધી દિવસના ભાગે બે થી ત્રણ ડીગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના રહે છે. ઉપરાંત એ પછીના ચાર દિવસ દરમ્યાન પણ વાતાવરણમાં ખાસ બદલાવની સંભાવના નથી.
સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, આગામી ર૪ તારીખે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મિર પર દસ્તક દેશે.
ડબલ્યુ ડી નો પ્રભાવ જોઇએ તો તેના જમ્મુ કાશ્મિર પર આગમન અને વિદાય થવા સુધીમાં પવનોની દિશામાં બદલાવો જોવા મળ્યા છે. અને આ વેળા પણ જોવા મળશે. ગુજરાત-રાજસ્થાન માં હિટવેવ કે સિવિયર હિટવેવના મુળમાં ડબલ્યુ ડી ના આગમન અને કાશ્મિર પરથી તે પસાર થઇ આગળ ધપે ત્યાં સુધી બદલાતી-પરીવર્તન પામતી હવાઓ-પવનો ગુજરાતના વાતાવરણના પરિવર્તનમાં પુરો ભાગ ભજવે છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
