તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Wednesday, 23rd April 2025
બગસરાના નાના મુંજિયાસર ગામે કિસાન પરિવાર દ્વારા આયોજિત ૧૨મો સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન સમારોહ યોજાયો

બગસરાઃ નાના મુંજિયાસર ગામે કિસાન પરિવાર દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો જેમાં ૧૨ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આતકે તમામ નવ દંપતિઓને દાતાશ્રીના સહયોગથી કરિયાવર આપવામાં આવ્યો હતો. આશરે ૩ હજાર લોકોએ પ્રસાદ લીધો હતો તેમજ દાતાશ્રીઓને હાર તથા સાલ તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા આ સમગ્ર સમુહ લગ્ન નુ આયોજન નાના મુંજીયાસર ગામના મનસુખભાઈ કયાડા તથા તેની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તથા સમગ્ર દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરઃ સમીર વિરાણી)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
