<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

વઢવાણના રૂપાવટી ગામે પ્રેમિકાના ઘરે જઇ પ્રેમીએ આપઘાત કરી લીધો

નાની ઉંમરના લીધે સગીરા સાથે લગ્ન નહી થઇ શકતા

વઢવાણ, તા. ર૩: સુરેન્‍દ્રનગર જિલ્લામાં સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના બનાવો બને છે. મોબાઈલના જમાનામાં નાની ઉંમરની દિકરીઓ આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. ત્‍યારે આવા જ એક બનાવમાં યુવાને ઝેરી દવા પી લીધી હોવાનું સામે આવ્‍યુ છે. માહીતી મુજબ રૂપાવટી ગામે રહેતા ૨૦ વર્ષીય ચીરાગ બાબુભાઈ ચાવડાને તાલુકાના ખોડુ ગામે રહેતા પરીવારની સગીર પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ દિકરીની ઉંમર નાની હોઈ પરીવારજનો લગ્નની ના પાડતા હતા. આ દરમીયાન મંગળવારે સવારે ચીરાગ ખોડુ ગામે પ્રેમીકાના ઘરે ગયો હતો. અને પ્રેમીકાના ઘરે જ તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં તેને સારવાર માટે લઈ જવાતા તેનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસની ટીમ દોડી ગઈ હતી. અને લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી હતી. અને આ અંગે મળતકના પિતા બાબુભાઈ છગનભાઈ ચાવડાએ જાહેરાત કરતા પોલીસે અકસ્‍માતે મોતની નોંધ કરી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ સી.ડી. પીઠીયા ચલાવી રહ્યા છે.

(11:53 AM IST)