<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

બહેનો અશ્‍લીલતાનો હિસ્‍સો ન બની, દેશના નિર્માણ કાર્યમાં યોગદાન આપે

મોરબીમાં યોજાયેલ મહિલા સંમેલનમાં અંજલીબેન આર્યની ટકોર

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૩:  મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી માતળભૂમિ વંદના ટ્રસ્‍ટ દ્વારા દેશભક્‍તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં આ ટ્રસ્‍ટ દ્વારા મોરબીમાં જાણતા રાજા શિવાજી મહારાજના જીવન ઉપરના ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્‍યું છે તેના ભાગરૂપે હાલમાં જુદી જુદી જગ્‍યા ઉપર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે દરમિયાન રવાપર રોડે આવેલ આર્ટ ઓફ લિવિંગના સેન્‍ટર હોલ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં આંતરરાષ્‍ટ્રીય વેદ વિદુષી-હરિયાણાના અંજલિબેન આર્ય દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ તકે તેઓએ કહ્યું હતું કે, મહિલાઓ સમાજનો આધાર છે ત્‍યારે મહિલાઓએ ગુણવત્તા, દેશભક્‍તિ, નિર્માણ કાર્ય, સંસ્‍કાર અને સમાજ કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને ખાસ કરીને મહિલાઓએ અશ્‍લીલતાનો હિસ્‍સો ન બનીને ઝાંસીની રાણી સહિતના જે આપણા ઐતિહાસિક પાત્રો છે તેમાંથી બોધપાઠ લઈને પોતાના જીવનનું નિર્માણ કરવું જોઈએ. આ કાર્યક્રમની અંદર આવેલા બહેનોએ પણ કાર્યક્રમ બાદ કહ્યું હતું કે અંજલિબેન આર્ય દ્વારા જે માહિતીને માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે તે આગામી સમયમાં તે લોકોને જીવન ઉપયોગી થશે અને ખાસ કરીને છેલ્લા વર્ષોમાં મહિલાઓમાં જે પુરૂષ સમો વડી થવાની હોડ લાગી છે તેમાં કયાંકને કયાંક મહિલાઓ રસ્‍તો ભૂલી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્‍યારે સીતામાતા, ઝાંસીની રાણી વગેરે જેવા ભારતીય સંસ્‍કળતિના ઐતિહાસિક પાત્રોમાંથી પ્રેરણા લઈને મહિલાઓ આગળ વધે તે અનિવાર્ય છે.

(12:22 PM IST)