News of Wednesday, 23rd April 2025
કચ્છમા સંબંધોને શર્મસાર કરતી ઘટના: દાદાએ સગી પૌત્રી સાથે કરી શારિરીક છેડછાડ : ડરેલી દીકરીએ મહિલા હેલ્પલાઈનની લીધી મદદ, વાસનાંધ દાદા સામે પોલીસ કાર્યવાહી
માતાના બીજા લગ્ન બાદ દાદા સાથે રહેતી પૌત્રીને રાત્રે તરસ લાગતા રસોડામાં હાજર દાદા પાસેથી પાણી માંગ્યું પાણી પીધા બાદ તેને ચક્કર આવવા લાગ્યા અને બેહોશ જેવી સ્થિતિ થઈ જતા દાદાએ તેની સાથે શારીરિક છેડછાડ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ :વર્તમાન યુગમાં ઉંમર, સબંધને ભૂલીને સબંધોને લજ્જારૂપ કરતા કિસ્સાઓ ચિંતા સર્જી રહ્યા છે. કચ્છમાં દાદાએ સગી પૌત્રી સાથે કરેલી શારીરિક છેડછાડની ઘટનાએ દાદા પૌત્રીના વહાલભર્યા સંબંધોને શર્મસાર કર્યા છે. પિતાના અવસાન અને માતાના બીજા લગ્ન બાદ દાદા સાથે રહેતી હતી પૌત્રી સાથે તેના દાદાએ જ છેડછાડનો પ્રયાસ કર્યો હતો. ડરી ગયેલી પીડિતાએ 1૧૮૧ મહિલા હેલ્પલાઇન પર મદદ માટે ફોન કર્યો હતો. જ્યારે પીડિતાને રાત્રે તરસ લાગી હતી ત્યારે તેણે રસોડામાં હાજર દાદા પાસેથી પાણી માંગ્યું હતું. પાણી પીધા બાદ તેને ચક્કર આવવા લાગ્યા અને બેહોશ જેવી સ્થિતિ થઈ હતી. આ દરમિયાન દાદાએ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. પીડિતાએ મદદ માટે મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કરતા મહિલા અભયમની ટીમના કાઉન્સેલર પ્રવિણાબેન, મહિલા પોલીસ અંજલીબેન સુથાર અને પાયલોટ ભાવેશભાઈ ખંભુ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પીડિતાની સ્થિતિ જોતાં તેને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પીડિતાને તેની મોટી બહેનને સોંપવામાં આવી છે. અભયમ ટીમની મદદથી પોલીસનો સંપર્ક કરી દાદા સામે છેડતીની ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
