News of Wednesday, 23rd April 2025
જેતપુરમાં સીટી કાઉન્સિલ દ્વારા ૧૭માં ભવ્ય સર્વ જ્ઞાતિ શાહી સમૂહ લગ્નમાં ૧૦૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડયા
૧ કિલોમીટર લાંબા ૧૦૮ વરરાજાઓના વરઘોડામાં જનમેદની ઉમટી પડી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૩: શહેરની અગ્રણી સામાજિક સેવા સંસ્થા સીટી કાઉન્સિલ દ્વારા ૧૭ મો ભવ્ય સર્વ જ્ઞાતિ શાહી સમૂહ લગ્નોત્સવ દબદબા ભેર ઉજવાયો. સમૂહ લગ્નનો શહેરમાં ઇતિહાસ રચાયો.
ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાનાં સ્મરણાર્થે જયેશભાઇ રાદડિયા ધારાસભ્યનાં સહયોગ અને માર્ગદર્શન થી. સીટી કાઉન્સિલ દ્વારા શહેરમાં તોહનું વાવેતર સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પરંપરા મુજબ જુનાગઢ રોડ પર આવેલ રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે ૧૭ માં સર્વ જ્ઞાતિ શાહી સમુહ લગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સમૂહ લગ્નમાં જોડાયેલ ૧૦૮ વરરાજાઓનો વરઘોડો સરદાર ચોક ખાતેથી ડીજે અને ફટાકડાની આતિશબાજી સાથે નીકળેલ જે સમૂહ લગ્ન સ્થળે પહોંચેલ જ્યાં જયેશભાઈ રાદડિયાના હસ્તે ગણપતિ પૂજન કરાયા બાદ લગ્નની વિધિ શરૂ કરાયેલ. પ્રથમ ઉપસ્થિત તમામ મહાનુભવો અને દાતાઓના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવેલ બાદ તમામ દાતાઓ અને અતિથિ વિશેષનો સાલ તથા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ. જયેશભાઈ રાદડિયા તેમજ ભરતભાઈ બોઘરા અને સીટી કાઉન્સિલના હોદ્દેદારોએ દરેક મંડપમાં જ છે દીકરીઓને સોના ચાંદીની વસ્તુઓ કરિયાવરમાં આપેલ.
આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપત્તિઓને જે જે શ્રી -યિાંકરાયજી મહોદય (મોટી હવેલી) એ આશિર્વચન પાઠવેલ. પ્રસંગોચિત ઉદબોધન કરતા ભરતભાઈ બોઘરા એ વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારની સેવા ભાવનાને બિરદાવી હતી. તેમજ જણાવેલ કે લોકોના સુખ-દુઃખમાં હર હંમેશા ભાગીદાર થનાર જયેશભાઈ કોઈપણ કાર્યમાં હંમેશા પહેલા હોય છે.
જયેશભાઈ રાદડિયાએ સીટી કાઉન્સિલને દર વર્ષે સમૂહ લગ્ન કરવા પ્રેરણા આપી અને પોતે તન મન ધન થી હર હંમેશ સહકાર આપશે અને સીટી કાઉન્સિલની પ્રવળત્તિઓને વેગ મળે માટે સાથ આપવા જણાવેલ.
સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા અત્યાર સુધીમાં ૧૬ સમૂહ લગ્નમાં ૨૫૦૦ દિકરીઓને કન્યાદાન જેવી અમૂલ્ય સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, મુખ્ય દાતા ચિંતનભાઈ સીતાપરા, ડી.કે. સખીયા, જયેશભાઈ બોઘરા (રાજકોટ માર્કેટિંગ યાર્ડ ચેરમેન) હરિભાઈ ઠુંમર, હરકિશનભાઈ માવાણી , ગોરધનભાઈ ધામેલીયા, દિનેશભાઈ ભુવા, છગનભાઈ ઉસદડીયા, હરેશભાઈ ગઢીયા, રાજુભાઈ ઉસદડીયા, રાહુલ આસનાણી તમામ નગર સેવકો, જિલ્લા - તાલુકા પંચાયતના સદસ્યો સહિતના પાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડિયા, સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહેશે.
આ સમુહ લગ્નને સફળ બનાવવા છેલ્લા બે મહિનાથી જયેશભાઇ રાદડિયાની આગેવાનીમા સમગ્ર સમૂહલગ્નની જવાબદારી જેના શિરે હતી તેવા સંસ્થાનાં શિરમોર જયંતીભાઈ રામોલિયા, વી. ડી. પટેલ, પ્રવિણભાઈ ગજેરા, સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઈ વોરા, સેક્રેટરી વિનોદભાઈ કપુપરા, પ્રોજેક્ટ ચેરમેન પ્રવિણભાઈ નંદાણિયા, મનહરભાઈ વ્યાસ, કૈલાસભાઈ વૈષ્ણવ, રતીલાલ ખાચરિયા, સવજીભાઇ બુટાણી, અમીતભાઈ ટાંક, યોગેશભાઇ શિંગાળા તેમજ સંસ્થાનાં મેમ્બરો જેહમત ઉઠાવી હતી.(૨૩.૧૭)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
