News of Wednesday, 23rd April 2025
ધ્રોલના મોટા ઈટાળાના પ્રાથમિક શાળાના આચાર્યના પત્નીનું હાર્ટએટેકથી દુઃખદ નિધન
હાલ ધ્રોલ ગજાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન સોરઠીયા (ઉ.વ. ૫૦)નું અવસાન થતાં પરિવારમાં શોકની લાગણી

ધ્રોલ: ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યના ધર્મપત્ની અને હાલ ધ્રોલની ગજાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન વસંતભાઈ સોરઠીયાનું હાર્ટએટેક આવવાના કારણે દુઃખદ અવસાન થયું છે.
તેઓ ૫૦ વર્ષના હતા. તેમના અચાનક નિધનથી પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. આ સમાચારથી ધ્રોલના શિક્ષણ જગતમાં પણ ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વ. ગીતાબેન એક માયાળુ અને મિલનસાર સ્વભાવના હોવાનું જાણવા મળ્યું છે. તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સહ પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. (સંજય ડાંગર, ધ્રોલ દ્વારા અહેવાલ)
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
