તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Thursday, 24th April 2025
ભારત વિકાસ પરિષદ કચ્છ-રાપર દ્વારા પહેલગામ હત્યાકાંડના આતંકીઓ સામે આકરા પગલાં ભરવા માંગ
મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ, ધર્મને ઓઠે થયેલ હત્યાકાંડ યુદ્ધ જેવું નાપાક કૃત્ય : કે આ બાબતને યુધ્ધની જેમ લેવામાં આવે અને સરકાર એવા કડક પગલાં ભરે જેનાથી બધા દેશવાસીઓ સુરક્ષીત રહે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : તાજેતરમાં જમ્મુ કાશ્મીર ના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ ને મોત ને ધાટ ઉતારનાર આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં લેવા ની માંગ સાથે આજે રાપર મામલતદાર એચ.બી.વાઘેલા ને ભારત વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. જેમાં પહેલગામ કશ્મીર માં થયેલ જઘન્ય હત્યાકાંડને વખોડી ભોગ બનનાર પરિવારો પ્રત્યે દુઃખ વ્યકત કરાયું હતું. રજૂઆતમાં સંવેદના વ્યક્ત કરતા જણાવાયું હતું કે, આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકો ઉપર અંધાધુંધી ગોળીબાર કરીને તેમને મોતે ઘાટ ઉતાર્યા એ સાંભળી અમારા સૌના હૃદય દુઃખથી ભરાઈ ગયા છે. એમા પણ ધર્મ પુછીને માર્યા અને અમુકને એ કહીને મુકી દીધા કે જાઓ તમારા પ્રધાનમંત્રીને કહી દેજો. આ રીતની ધમકી અઘોષિત યુધ્ધતો નથી ને.....? આ સંસ્થા રાષ્ટ્રીય સ્તર પર પ્રબુધ્ધ લોકોની છે અને અમારા નેતૃત્વ પર સંપુર્ણ ભરોસો છે જેવીરીતે આ ઘટના થઈ છે અમે બધા પરીવારના સભ્યો બાળકો વૃધ્ધ અને બહેનો ને ખુબ જ આઘાત લાગ્યો છે. અમે આપના માધ્યમથી દેશના પ્રતીનીધીઓ સુધી અમારું દુઃખ અને તકલીફ રજુ કરવા માગીયે છીએ. અમારી રજુઆત છે કે આ બાબતને યુધ્ધની જેમ લેવામાં આવે અને સરકાર એવા કડક પગલાં ભરે જેનાથી બધા દેશવાસીઓ સુરક્ષીત રહે. તેવી માંગ સાથે ભારત વિકાસ પરિષદ રાપર ના પ્રમુખ
કરણસિંહ વાઘેલા તથા અન્ય સદસ્યો સાથે રાપર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
